Not Set/ TCSએ રચ્યો ઈતિહાસ, ૭ લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ સાથે બની ભારતની પ્રથમ કંપની

મુંબઈ, ગત ૨૩ એપ્રિલના રોજ દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ ૧૦૦ અબજ ડોલરના માર્કેટ  કેપિટલાઈઝેશન સિદ્ધ કર્યા બાદ હવે વધુ એકવાર ઈતિહાસ રચ્યો છે. શુક્રવારે TCS દેશની સૌ પ્રથમ કંપની બની ગઈ છે જેનું માર્કેટ કેપ ૭ લાખ કરોડ રૂપિયાને પાર પહોચી ગયું છે. શુક્રવારે બોમ્બે સ્ટોક્સ એકચેન્જ (BSE)ના શરૂઆતી માર્કેટમાં જ કંપનીના શેરોમાં […]

Business
DFGDSGG TCSએ રચ્યો ઈતિહાસ, ૭ લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ સાથે બની ભારતની પ્રથમ કંપની

મુંબઈ,

ગત ૨૩ એપ્રિલના રોજ દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ ૧૦૦ અબજ ડોલરના માર્કેટ  કેપિટલાઈઝેશન સિદ્ધ કર્યા બાદ હવે વધુ એકવાર ઈતિહાસ રચ્યો છે. શુક્રવારે TCS દેશની સૌ પ્રથમ કંપની બની ગઈ છે જેનું માર્કેટ કેપ ૭ લાખ કરોડ રૂપિયાને પાર પહોચી ગયું છે.

શુક્રવારે બોમ્બે સ્ટોક્સ એકચેન્જ (BSE)ના શરૂઆતી માર્કેટમાં જ કંપનીના શેરોમાં ૧.૪૯ ટકાનો વધારો જોવા મળ્યો હતો અને માર્કેટ કેપ ૭,૦૦,૩૩૨.૫૪ કરોડ રૂપિયા સુધી પહોચી ગયું છે. બીજી બાજુ ટીસીએસ દ્વારા જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિકના ગાળામાં આ સૌથી સારું પરિણામ હતું.

BSEના શરૂઆતી માર્કેટમાં જોવા મળેલા આ વધારા બાદ TCSના એક શેરની કિંમત ૩૬૫૮.૪૫ રૂપિયા સુધી પહોચી ગઈ છે.

મહત્વનું છે કે, ગત ૨૩ એપ્રિલના રોજ દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ૧૦૦ અબજ ડોલરના માર્કેટ કેપિટલાઈઝેશન સાથે ભારતની પ્રથમ કંપની બનીને ઈતિહાસ રચ્યો હતો. આ જ દિવસે ભારતના શેર બજારમાં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ TCS કંપનીએ માર્કેટ ખુલતાની સાથે જ ૧૦૦ બિલિયન ડોલરના ક્લબના એન્ટ્રી લીધી હતી

ટીસીએસ બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બીજી કંપની બી શકે છે, જે આગામી મહિનાઓમાં ૧૦૦ અબજ ડોલરમાં ક્લબમાં શામેલ થઇ શકે છે. શુક્રવારે પણ રિલાયન્સના માર્કેટ કેપમાં ૫,૮૨,૬૭૩.૪૫ કરોડ રૂપિયા પર પહોચી ગયો છે.