Not Set/ સેંસેક્સમાં જોવા મળ્યો 181 અંકનો વધારો, નિફ્ટીએ વટાવ્યો 11,300નો અંક

અઢવાડિયાનાં છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતમાં સેંસેક્સ 181 અંકનાં વધારા સાથે અને નિફ્ટી એકવાર ફરી 11,300 અંકને પાર પહોચી ગયુ હતુ. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો પર આધારિત ઇન્ડેક્સ પ્રારંભિક ટ્રેડિંગ સેશનમાં 181.98 પોઇન્ટ એટલે કે 0.49 ટકા વધીને 37,575.46 થયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનાં નિફ્ટીએ […]

Business
sensex nifty at record high 1533615624 સેંસેક્સમાં જોવા મળ્યો 181 અંકનો વધારો, નિફ્ટીએ વટાવ્યો 11,300નો અંક

અઢવાડિયાનાં છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતમાં સેંસેક્સ 181 અંકનાં વધારા સાથે અને નિફ્ટી એકવાર ફરી 11,300 અંકને પાર પહોચી ગયુ હતુ. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો પર આધારિત ઇન્ડેક્સ પ્રારંભિક ટ્રેડિંગ સેશનમાં 181.98 પોઇન્ટ એટલે કે 0.49 ટકા વધીને 37,575.46 થયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનાં નિફ્ટીએ પ્રારંભિક તબક્કામાં 45.20 પોઇન્ટ એટલે કે 0.40 ટકા વધીને 11,302.30ની સપાટીએ પહોંચ્યો હતો.

વેપારીઓનાં જણાવ્યા અનુસાર, પસંદગીનાં શેરોમાં મજબૂત ખરીદીનાં કારણે બજારમાં તેજીનું વલણ જોવા મળી રહ્યે છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે યુ.એસ.-ચાઇનાનાં વેપાર વિવાદ અને વિદેશી મૂડીનાં સતત ઉપાડ વચ્ચે ચૂંટણી પરિણામો પહેલાં, બજારોમાં ઇતાર-ચઢાવ જોવા મળી શકે છે.

શેરબજારમાં ઉપલબ્ધ પ્રારંભિક ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ ગુરૂવારે રૂ. 953.23 કરોડનાં શેરો વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો રૂ. 948.00 કરોડનાં શેરનાં ચોખ્ખા ખરીદદારો રહ્યા હતા. વૈશ્વિક ધોરણે, ચાઇના, જાપાન અને કોરિયાનાં શેરબજારોમાં પ્રારંભિક વેપારમાં મિશ્ર વલણ રહ્યુ હતુ.