નવી દિલ્હી/ હવે તમે વાહનોના હોર્નના કર્કશ અવાજથી છુટકારો મેળવશો, સરકાર લાવી રહી છે નવી નીતિ

ન્દ્રીય મંત્રી ગડકરીના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં વાહનોના હોર્નના ઘોંઘાટિયા અવાજથી મુક્તિ મળશે. હોર્નના કર્કશ અવાજને બદલે ભારતીય સંગીતનાં મધુર અવાજ સંભળાશે.

Top Stories India
Untitled 48 હવે તમે વાહનોના હોર્નના કર્કશ અવાજથી છુટકારો મેળવશો, સરકાર લાવી રહી છે નવી નીતિ

રસ્તા પર ગાડીઓની લાઈનો અને પાછળથી આવતી વાહનોની પી-પી..સંભાળી દિમાગ ખરાબ થઇ જાય છે. વાહનોના હોર્નનો અવાજ એટલો ઈરિટેટિંગ કરે છે કે ઘણી વખત ટ્રાફિક સિગ્નલ પર લડાઈ પણ થઇ જાય છે. વધુ વાહન ચાલકો કોઈ વસ્તુનો ખ્યાલ નથી રાખતા અને પ્રતિબંધિત ક્ષેત્રમાં હોર્ન મારતા રહે છે. એવું કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવે છે. કાનમાં દુખાવા વાળા હોર્નની આવાજથી પરેશાન થઇ જાય છે. આપણે વિચારીએ છે એનો ઈલાજ શું છે ? સરકાર કઈ કરતી કેમ નથી?

આ પણ વાંચો :રાનુ મંડળની બાયોપિક ફિલ્મમાં આ અભિનેત્રી કામ કરશે…

નીતિન ગડકરીએ ખુદ નવા નિયમો અંગે મંત્રાલયની તૈયારી વિશે માહિતી શેર કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તમે વાહનોના હોર્નના કર્કશ અવાજથી છુટકારો મેળવશો. વાહનોના હોર્નના પીડાદાયક અવાજ અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે તેમના મંત્રાલયના અધિકારીઓ કારના હોર્નનો અવાજ બદલવા પર કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા સિડનાઝ, કરી ચુક્યા હતા સિક્રેટ સગાઈ

જો કોઈ તમારી પાછળથી હોર્ન વગાડે અને તમે વાંસળી અથવા વાયોલિનની ધૂન સાંભળો તો તેનો અનુભવ કેવો રહશે? સરકારની કેટલીક આવી જ તૈયારી છે. કેન્દ્રીય મંત્રી ગડકરીના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં વાહનોના હોર્નના ઘોંઘાટિયા અવાજથી મુક્તિ મળશે. હોર્નના કર્કશ અવાજને બદલે ભારતીય સંગીતનાં મધુર અવાજ સંભળાશે.