Penalty/ હવે જો યુવાનો બુલેટ ફૂલ સ્પીડમાં હંકારશે તો તેની ખેર નહીં…

હવે જો યુવાનો બુલેટ ફૂલ સ્પીડમાં હંકારશે તો તેની ખેર નહીં…

Top Stories Gujarat Others
ગાઝીપુર 20 હવે જો યુવાનો બુલેટ ફૂલ સ્પીડમાં હંકારશે તો તેની ખેર નહીં...

સમર્ગ રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે.  સમગ્ર રાજ્યમાં રોજબરોજ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે. અકસ્માતમાં કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે તેમજ ગંભીર ઇજા પણ થતી હોય છે. આવી પરિસ્થિમાં કેટલાક યુવાનો બેફામ બનીને ફૂલ સ્પીડમાં ગાડી હંકારતા હોય છે. ત્યારે યુવાનોમાં આજકાલ બુલેટનો ક્રેઝ વધારે જોવા મળતો હોય છે. કેટલાક યુવાનો રાહદારીઓને આકર્ષિત કરવા માટે બુલેટ ફૂલ સ્પીડમાં ચલાવતા હોય છે. જેના કારણે અકસ્માત સર્જવવાની શક્યતાઓ વધી જાય છે. પરંતુ હવે જો યુવાનો બુલેટ ફૂલ સ્પીડમાં હંકારશે તો તેની ખેર નહીં.

Royal Enfield Launched Affordable Royal Enfield Bullet 350 X, Es 350x In  India - Royal Enfield लाई Bullet के दो नए सस्ते वेरियंट, अब सालभर में बदलना  होगा इंजन ऑयल - Amar

Stock Market / શેર બજારમાં બજેટની રંગત યથાવત આજે પણ સેન્સેક્સ 50 હજારથી ઉપર ખુલ્યો

બીજી તરફ બુલેટની વિશેષતા તેનું સાયલેન્શર પણ હોય છે. આ સાયલેન્શર વધારે ઘોઘાટ કરતું હોય છે. જ્યારે કોઈ વ્યકિત બુલેટ લઈને નીકળે ત્યારે સાયલેન્શરનો ખૂબ જ અવાજ હોય છે. જેના કારણે ન્યૂસન્સ પણ થતું હોય છે. સાયલેન્શરના આ ઘોઘાટીયા અવાજના કારણે બહેરાશ આવી જવાની સમસયાઓમાં વધારો થવાની સંભાવનાઓ વધી જતી હોય છે. સાથે જ આ વિસ્ફોટક અવાજના કારણે જે વ્યકિત બુલેટ લઈને નીકળતાં હોય છે તેનું પણ સાથે અન્ય વાહન ચાલકોનું ડ્રાઇવિંગ માંથી ધ્યાન વિચલિત થવાની શકયાઓ વધી જાય છે અને અકસ્માતની સંભાવનાઓ વધી જાય છે. પરંતુ હવે આ તમામ બાબતોને બંધ કરવા અને આના કારણે કોઈ પણ લોકોને સમસ્યા ના થાય તે માટે હવે વાહન વ્યવહાર મંત્રી ફળદુએ રજુઆત કરી છે. મંત્રી ફળદુએ ગૃહમંત્રી પ્રદીપસિંહને આ મુદ્દે પત્ર લખીને જણાવ્યું છે કે, બુલેટ લઈને નીકળતા લોકો પર દંડની જોગવાઈ કરવા માંગ કરી છે સાથે સાથે ફોજદારી કાર્યવાહી કરવા માટે પણ રજુઆત કરી છે.

Electric Royal Enfield Bullet 'Photon': No sound, no vibrations, no oil  leaks & top speed of 112 km/h - The Financial Express..

કૃષિ આંદોલન / સરકાર પર ફરીથી દબાણ વધારવા ખેડૂતો મક્કમ, કુંડલી સરહદ પર પાંચ દિવસમાં ખેડૂતોનું સંખ્યાબળ બમણું 

મંત્રી ફળદુએ પત્રમાં જાગૃત નાગરિક તરીકે કેટલાક મુદ્દાઓ પણ લખ્યા છે જેમાં બુલેટના સાયલેન્શરનો અવાજ ખૂબ જ મોટો અને ભયાનક હોય છે. કેટલાક જાતિગત લોકો પોતાની ઇમેજ ઉભી કરવા માટે બુલેટ ખૂબ જ સ્પીડમાં ચલાવે છે. બુલેટના સાયલેન્શરના અવાજના કારણે નાના બાળકોને બેહરાશ પણ આવી શકે છે. તેમજ બુલેટ ચાલક અને રસ્તામાં અન્ય પણ વાહન ચાલકો વાહન હાકતા વિચલિત થઈ શકે છે જેના કારણે અસકમાતનો પણ ભય વધી જતો હોય છે.

આ તમામ મુદ્દાઓ મંત્રી ફળદુએ લખીને લોકોના હિત માટે બુલેટ ચાલક સામે દંડની વસુલાત કરવા અને ફોજદારી કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

fire / અમદાવાદના નારણપુરા સ્ટેડિયમ પાસે 3 દુકાનમાં આગ, ફાયર વિભાગની 18 ગાડીઓ દ્વારા મેળવાયો કાબૂ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો