Not Set/ બારડોલી/ પટેલ પરિવારનો NRI પુત્ર રીક્ષામાં જાન લઈને પરણવા પહોચ્યો, કારણ જાણીને ચોકી જશો..!

બારડોલી ખાતે એક પટેલ પરિવારનો NRI દીકરો પરણવા માટે રીક્ષામાં જાન લઈને નીકળ્યો હતો. આ રીક્ષાને અનોખી રીતે ફૂલોથી સજાવવામાં આવી હતી. તો જાનૈયા માટે પણ સુંદર રીતે બસને શણગારવામાં આવી હતી. પુરા પરિવારના સભ્યો માટે  અલગ અલગ 12 રીક્ષામાં લગ્ન મંડપમાં પહોચી હતી. આ NRI પરિવાર શા માટે રીક્ષામાં જાન લઇ ણે નીકળ્યો તે […]

Gujarat Others
બારડોલી બારડોલી/ પટેલ પરિવારનો NRI પુત્ર રીક્ષામાં જાન લઈને પરણવા પહોચ્યો, કારણ જાણીને ચોકી જશો..!

બારડોલી ખાતે એક પટેલ પરિવારનો NRI દીકરો પરણવા માટે રીક્ષામાં જાન લઈને નીકળ્યો હતો. આ રીક્ષાને અનોખી રીતે ફૂલોથી સજાવવામાં આવી હતી. તો જાનૈયા માટે પણ સુંદર રીતે બસને શણગારવામાં આવી હતી. પુરા પરિવારના સભ્યો માટે  અલગ અલગ 12 રીક્ષામાં લગ્ન મંડપમાં પહોચી હતી. આ NRI પરિવાર શા માટે રીક્ષામાં જાન લઇ ણે નીકળ્યો તે સૌ કોઈ માટે કુતુહલ સર્જ્યું હતું.

પરંતુ પરિવારનું કહેવું છે કે, આમ કરવાથી રીક્ષા ચાલકોને રોજગાર મળે અને લગ્ન સાદગીથી થાય એવો મેસેજ સમાજમાં ફેલાય તેવા ઉમદા હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું છે.

બારડોલી પાસે ના કામરેજના સેવણી ગામના શ્રીમંત પટેલ પરિવારના NRI દીકરાના લગ્ન, એ પણ સાવ સામાન્ય રીતે લગ્ન હિંદુ રીવાજ મુજબ કરવામાં આવ્યા છે. આ લગ્નઅન્ય વૈભવી લગ્નો કરતાં સાવ અનોખા હતા. સાધન સંપન્ન પરિવાર હોવા છતાય તેમને પોતાના પુત્રની જાન અને પરિવાર માટે કાર ણો ઉપયોગ નાં કરતાં રીક્ષાનો ઉપયોગ કર્યો હતો.

આ પરિવારના લગ્નમાં ગ્રામજનો ફૂલોથી શણગારેલી બસમાં સવાર હતા. પરંતુ વરરાજા અને તેનો પરિવાર રીક્ષામાં લગ્ન મંડપે  પહોંચ્યો હતો. આ એન.આર.આઈ પરિવારના દીકરાની ઈચ્છા હતી કે તેના લગ્નની જાન રીક્ષામાં જાય અને સમાજમાં એક સાદગીનું ઉદાહરણ પુરુ પડે. માટે પરિવાર રીક્ષામાં જાન લઇ પહોચ્યો હતો. લગ્ન વૈભવી હતા. પણ પટેલ પરિવાર દ્વારા સમાજ અને લોકોને એક મેસેજ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.