Gujarat University/ ગુજરાત યુનિવર્સીટીમાં નર્સિંગના વિદ્યાર્થીને પાસ કરતા કૌભાંડનો ખુલાસો, NSUI તથા ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાએ કરી જાણ

આજે ગુજરાત યુનિવર્સિટીમાં યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીએ ખોટી રીતે નર્સિંગ ના ચોથા વર્ષમાં ચાલી રહેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવા કૌભાંડનો ખુલાસો બહાર પાડવામાં આવ્યો છે.

Ahmedabad Gujarat
Gujarat University B.sc

@રિપોર્ટર અનિતા પરમાર

આજે ગુજરાત યુનિવર્સિટીમાં યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીએ ખોટી રીતે નર્સિંગ ના ચોથા વર્ષમાં ચાલી રહેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવા કૌભાંડનો ખુલાસો બહાર પાડવામાં આવ્યો છે. અત્યારે હાલ B.sc નર્સિંગ ના ચોથા વર્ષની ચાલી રહેલી પરીક્ષા પેપરનું નામ Midwifery &Obstetrical Nursing જે ગઈકાલે વિવિધ સેન્ટરો પર યોજાઇ હતી.

4 279 ગુજરાત યુનિવર્સીટીમાં નર્સિંગના વિદ્યાર્થીને પાસ કરતા કૌભાંડનો ખુલાસો, NSUI તથા ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાએ કરી જાણ

આ પેપર ચકાસણી માટે આવ્યા એ અગાઉ જ 28 ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી. ઉત્તરવહીઓ યુનિવર્સિટીના બોટની વિભાગમાં પેપર એસેસમેન્ટ માટે જમા કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ઉતરવહી વિભાગમાંથી ઉત્તરવહી ઉઠાવી અને રાતે ઘરે લખવા માટે લઈ ગયા હતા જેની જાણ યુવા કોંગ્રેસને થતા આખી ઘટના સામે આવી.

4 280 ગુજરાત યુનિવર્સીટીમાં નર્સિંગના વિદ્યાર્થીને પાસ કરતા કૌભાંડનો ખુલાસો, NSUI તથા ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાએ કરી જાણ

આમ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખોટી રીતે પાસ કરાવવા માટે થઈને ગુજરાત યુનિવર્સિટી અમુક વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઇને ખોટી રીતે પાસ કરવાનું કોભાંડ ગુજ યુનિવર્સિટી દ્વારા આચરવાના આક્ષેપ NSUI અને યુવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા. આ મામલે યુનિવર્સિટીમાં ટાવરના અધિકારી, પરીક્ષા વિભાગના અધિકારીઓ શંકાના દાયરામાં છે, આ આક્ષેપના બદલામાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્ઝાબેન ગુપ્તાએ આ વાતને સ્વીકારી અને નર્સિંગની પરીક્ષામાં થયેલ ગેરરીતી વિશે તેમને જાણ છે.

4 282 ગુજરાત યુનિવર્સીટીમાં નર્સિંગના વિદ્યાર્થીને પાસ કરતા કૌભાંડનો ખુલાસો, NSUI તથા ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાએ કરી જાણ

યુનિ.ના બોટની વિભાગના પ્રો. નૈનેશ મોદીને BSc નર્સિંગની પરીક્ષાના કો-ઓર્ડિનેટરની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓએ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા એફઆઇઆર પણ દાખલ કરાવી દીધી છે. આ સાથે જ અત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ સમગ્ર ઘટના ઘટે તે દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના કેમેરા પણ બંધ રાખવામાં આવ્યા હતા. આ આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ દોશી, કોંગ્રેસ અને તેના કાર્યકારી ઈન્દ્રવિજય સિંહગોહિલ અને એને સેના કાર્યકર્તાઓએ આમલાને લઈને પ્રદર્શન કર્યું હતું.  કુલપતિ આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવા અને જવાબદાર લોકો સામે કાયદેસરના પગલાં લેવા માટેની માંગ કરી છે.

4 283 ગુજરાત યુનિવર્સીટીમાં નર્સિંગના વિદ્યાર્થીને પાસ કરતા કૌભાંડનો ખુલાસો, NSUI તથા ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાએ કરી જાણ

ઉત્તરવહી કૌભાંડની ઘટના બહાર આવ્યા બાદ NSUI-યૂથ કોંગ્રેસની રજૂઆતના પગલે કુલપતિ દ્વારા બોટની ડિપાર્ટમેન્ટના સિક્યુરિટીને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કો-ઓર્ડિનેટરને પણ દૂર કરાયા હતા. કાર્યકર્તાઓના કહેવા પ્રમાણે યુનિ. સત્તાધીશો નાની માછલીઓનો ભોગ લઇને મોટી માછલીઓને છાવરવાનો પ્રયાસ કરી રહ્યા છે

આ પણ વાંચો:સુરત/ચોમાસામાં ટામેટા સહિત શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, જાણો શા માટે થયો ભાવમાં વધારો

આ પણ વાંચો:State Highway/રાજ્યમાં ધોરીમાર્ગની કામગીરી હવે ઉત્તર અને દક્ષિણ- સૌરાષ્ટ્ર એમ ત્રણ ઝોનમાં સંભાળાશે