Gujarat/ NSUI દ્વારા ઓફલાઇન થતી પરીક્ષાનો કરાયો સખત વિરોધ, જુઓ વીડિયો

ગુજરાત રાજ્યની સૌથી મોટામાં મોટી યુનિવર્સિટી એટલે ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી અને આ યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન એક્ઝામ લેવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે….

Gujarat Others
zzas 148 NSUI દ્વારા ઓફલાઇન થતી પરીક્ષાનો કરાયો સખત વિરોધ, જુઓ વીડિયો

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ

ગુજરાત રાજ્યની સૌથી મોટામાં મોટી યુનિવર્સિટી એટલે ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી અને આ યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવા માટેની માંગણી છે પરંતુ NSUI દ્વારા ઓફલાઇન થતી પરીક્ષાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે જો રાજ્યની સૌથી મોટામાં મોટી ટેકનીકલ યુનિવર્સિટી જો ઓનલાઇન પરીક્ષા ના લઈ શકતી હોય તો ટેકનીકલ યુનિવર્સિટીનું નામ બદલવા માટેની માંગ પણ NSUI દ્વારા કરવામાં આવી છે કે, ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીનાં બદલે ગુજરાત નોન ટેક્નિકલ યુનિવર્સિટી નામ આપી દેવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે. જેના પગલે NSUI હાલ ઓનલાઇન ટ્વીટર વિરોધ કરી રહી છે. અને જો આગામી દિવસમાં સર્ક્યુલર બહાર પાડવામાં નહીં આવે તો NSUI ઉગ્ર વિરોધ કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો