અંધશ્રદ્ધા/ પાણી ચઢાવવાથી થશે બાધા પુરી

ઇચ્છા પરિપૂર્ણ થાય છે અહીંયા પાણી ચઢાવવાથી

Gujarat
water પાણી ચઢાવવાથી થશે બાધા પુરી

થોડા દિવસ પહેલા જ અંધશ્રદ્ધાનો એક ઘણું મોટુ ઉદાહરણ જોવા મળ્યુ હતુ. પાંચસોથી વધુ લોકો બળિયાદેવને રીઝવવા અને કોરોનાથી મુક્તિ મેળવવા તેમના મંદિરની પ્રદક્ષીણા કરી રહ્યા હતા. જેમાં ગામના સરપંચ પણ હતા. જો કે વાત વાયુવેગે ફેલાતા તંત્ર સફાળુ જાગ્યુ અને આખી ઘટનાને હાથ પર લીધી. આ ઘટનાને જોતા મહેસાણા-પાટણ રોડ યાદ આવ્યા વગરના રહે. જ્યાંથી પસાર થતા જે પણ લોકો પાણીનો ચઢાવો કરવાનું નથી ભુલતા.
મહેસાણાથી પાટણ જતા રોડ પર એક નાની ડેરી છે. પ્રથમ દ્રષ્ટિએ તો આ કોઇ ભગવાનની ડેરી હોય તેવુ લાગે છે. પરંતુ હકીકત જુદી છે લોકો આ સ્થળ પર પાણીના પાઉચ અને બોટલો ચઢાવા ઉભા રહે છે. લોકોની એવી માન્યતા છે કે આ સ્થળ પર પાણી ચઢાવવાથી કોઇ પણ માનતા પુરી થાય છે.
કહેવાય છે કે ૨૦૧૩માં આ રોડ પર ગુંજાલા ગામના વ્યક્તિનો અકસ્માત થયો હતો જેમાં તેનું મુત્યુ થયુ. આજુબાજુ રહેતા લોકોનું કહેવું છે કે આ વ્યક્તિ અંતીમ ક્ષણે પાણી માંગતા હતા. બસ તે દિવસથી આ જગ્યા પરથી પસાર થતા લોકો પાણીના પાઉચ અને પાણીની બોટલો અહીં મુકે છે. લોકોની અંધશ્રદ્ધા એ હદ પાર કરી દીધી છે. રસ્તા પર પાણીના પાઉચનો ઢગલો થઇ જાય છે છતા લોકો પાઉચ મુકવાનું બંધ નથી કરતા. નજીકના ફાર્મમાં રહેતા ચોકીદાર પણ આ વાતની પુષ્ટી કરે છે.
ભૂતપ્રેત હોય છે તેવી માન્યતામાં રહેતા લોકોને એમ લાગે છે કે તેઓ જ્યારે પણ અહીંથી પસાર થાય છે ત્યારે કોઇ તેમની પાસે પાણી માંગે છે. હવે આ કોરોનાકાળ પુર્ણ થઇ જાય તે માટેની પ્રાર્થના કરવા ત્યાં કોઇ પહોંચી જાય તો નવાઇ નહી.