રાજકોટ/ GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા

GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા  ઝડપાયા છે. વેપારી પાસેથી સાડા 3 લાખની લાંચ લેતા કલાસ વન-2 અધિકારી, વર્ગ 3 નો કર્મચારી ઝડપાયા છે.

Top Stories Rajkot Gujarat
car meter 3 GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા

GST વિભાગના અધિકારી  : લાલચ બુરી બલા છે. પણ  માણસ છે કે પોતાની લાલચ ઉપર ક્યારે કાબુ નથી કરી શકતો. એમાં પણ ખાસ કરીને લાખો રૂપિયાનો પગાર મેળવતા સરકારી અધિકારી પગાર ઉપરાંત ઉપરની કમાણી માટે જાણીતા છે. અને અવાર નવાર ACB ની ટ્રેપ માં પણ ફસાતા હોય છે અને છાપરે ચઢતા  હોય છે.

રાજકોટ માં એન્ટી કરપ્શન બ્યૂરોએ સફળ ટ્રેપ ગોઠવી બે અધિકારીઓને ઝડપી પાડ્યા છે. GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા  ઝડપાયા છે. વેપારી પાસેથી સાડા 3 લાખની લાંચ લેતા કલાસ વન-2 અધિકારી, વર્ગ 3 નો કર્મચારી ઝડપાયા છે. ગાડી ભરેલ માલ જવા દેવા  લાંચ માંગી હતી. આ કેસમાં

(૧) વિક્રમ દેવરખીભાઇ કનારા રાજય વેરા અધિકારી, વર્ગ- ર,નાયબ રાજય વેરા કમિશ્નરશ્રીની કચેરી, અન્વેષણ-૧૦, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજકોટ.
(ર) અજય શીવશંકરભાઇ મહેતા, રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩,નાયબ રાજય વેરા કમિશ્નરશ્રીની કચેરી, અન્વેષણ-૧૦, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજકોટ.
(૩) મનસુખલાલ બચુભાઇ હીરપરા ( પ્રજાજન) ને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગુનો બન્યા – તા.૧૦.૦૮.૨૦૨૧

લાંચની માંગણીની રકમ- રૂ.૩,૫૦,૦૦૦/-

લાંચની સ્વીકાર્યાની રકમ – રૂ.૩,૫૦,૦૦૦/-

લાંચની રીકવરીની રકમ- રૂ.૩,૫૦,૦૦૦/-

રીયાદીશ્રીની પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર જી.આઇ.ડી.સી ખાતે જતો હતો. તે દરમિયાન આરોપી નં(૧) અને (ર)નાએ બંને ટ્રકોને રોકી ટ્રકો સાથે રહેલ માલના બિલ તથા ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવી, જી.એસ.ટી.ની કલમ હેઠળ ડીટેઇન કરવાનું કહ્યું  હતું.  ત્યારે ફરિયાદી એ બીલો સાચા હોવાની જણાવ્યું હતું. અને ત્યારે આરોપીએ કાયદા મુજબ ડીટેઈન ણ કરવા માટે લાંચ ની રકમ ની માંગણી  કરી હતી.

 

પર્દાફાશ / પાકિસ્તાનના આ વરિષ્ઠ પત્રકારે PMઈમરાન ખાન અને સેનાની પોલ ખોલીને કહ્યું….

બેફામ મોંઘવારી ! / શ્રાવણ માસમાં ઉપવાસ બન્યા મોંઘા, બટાટાના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

WhatsApp / યુઝર્સ માટે નવી મુશ્કેલી ! હવે જૂની ચેટ્સ થઈ રહી છે ડિલીટ, જાણો શું છે સમગ્ર મામલો
XUV700 SUV ભેટ / ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને XUV700 SUVની ભેટ, આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત 
ટ્વિટરની ભેટ / હવે તમે ઈ-મેલ અને એપલ આઈડીથી લોગીન કરી શકશો, પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી 
WhatsApp / એકવાર તમે મેસેજ જોશો અને થઇ જશે ગાયબ,કોઈને ખબર પણ નહિ પડે 
મેઇલ શેડ્યૂલ / મોબાઇલ એપ અને ડેસ્કટોપ પર ઇમેઇલ કેવી રીતે શેડ્યૂલ કરવી, સંપૂર્ણ પ્રક્રિયા જાણો
ઇલેક્ટ્રિક સ્કૂટર / 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે,પૂર્ણ ચાર્જ પર 240 કિલોમીટર  દોડશે,  ઓલાને આપશે સ્પર્ધા 
બાળકો પર ખરાબ અસર / ચીન સરકારની કમ્પ્યુટર ગેમ ઉદ્યોગ પર કડક કાર્યવાહી, ભારતમાં શક્ય બનશે ?
સોશિયલ મીડિયા / લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે