TRP Game zone/ રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારીઓની પૂછપરછ કરાઈ, વધુ ખુલાસા થવાની શક્યતા

રાજકોટ TRP ગેમઝોન કાંડમાં ક્રાઈમબ્રાંચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા……..

Top Stories Gujarat Rajkot Breaking News
Image 2024 05 30T074611.210 રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારીઓની પૂછપરછ કરાઈ, વધુ ખુલાસા થવાની શક્યતા

Rajkot News: રાજકોટ ટીઆરપી ગેમઝોન કાંડમાં હવે સસ્પેન્ડેડ અધિકારીઓની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. ત્યારે હવે ચીફ ફાયર ઓફિસરને સીઆઈડી ક્રાઈમનું તેડું આવ્યું છે. જેમાં તપાસનો રેલો મનપાના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે. ફાયર ઓફિસર ખેરને 10 વાગ્યા સુધી હાજર થવા આદેશ આપવામાં આવ્યા છે. ગઈકાલે મોડીરાત્રે ટાઉન પ્લાનિંગ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, પીજીવીસીએલના ડે.એન્જીનિયરની ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછપરછ કરાઈ હતી. સરકારના આદેશ મુજબ જવાબદારને છોડવામાં આવશે નહીં અને ગુનેગાર સામે ગુનો નોંધાશે.

રાજકોટ TRP ગેમઝોન કાંડમાં ક્રાઈમબ્રાંચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોડીરાત સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચ સસ્પેન્ડેડ અધિકારીઓને ટેક્નિકલ, મિલકતો, બેંક એકાઉન્ટ સહિતના અલગ અલગ મુદ્દાઓ પર પ્રશ્નો કર્યા હતા. મોડી રાત સુધી ટીપીઓ સાગઠીયા, ડેપ્યુટી ચીફ ઓફિસર ઠેબા, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જીનિયર ચૌહાણની ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછપરછ કરાઈ હતી. સરકારે SITની રચના કર્યા બાદ ગાંધીનગરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આગળના નિર્ણયો લેવામાં આવશે તેવી અટકળો થઈ રહી છે. બેઠકમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSL ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન. ખડીયા અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બી.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પૂછપરછ માટે કલેક્ટર, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ક્લાસ 1 અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવ્યા છે. અધિકારીઓની પૂછપરછમાં હજુ મોટા ખુલાસા થવાની સંભાવનાઓ છે. આ ત્રણેય અધિકારીઓ જો જવાબદાર ઠેરવાશે તો તેમની વિરૂદ્ધ તાત્કાલિક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ