election news/ અધિકારીઓ વોટ નંખાવવા માટે નદી, પહાડ જંગલ પહોંચ્યા

દરેક પાર્ટી માટે અલગ અલગ મતપેટી રાખવામાં આવી

India

 

New delhi News : પહેલા લોકસભા ચૂંટણીમાં મતપેટીઓ અને મતપત્રોને સંબંધિત મતદાન કેન્દ્રો પર પહોંચાડવાનું કામ પડકારરૂપ હતું. અવરજવર માટે સાધનો પણ આજની જેમ ઉપલબ્ધ ન હતા. આવી સ્થિતીમાં પહાડો જંગલો અને નદી નાળા પાર કરીને કાચા રસ્તે નિયત સ્થળોએ પહોંચવામાં અધિકારીઓ અને કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આજે એ વાતની કલ્પના કરવી મુસ્કેલ છે કે લોકસભા અને વિધાનસભાઓ માટે 1951 માં પહેલી ચૂંટણી સંપન્ન કરાવવી કેટલું મોટુ કામ હતુ. ઘરે ઘરે જઈને મતદારોની નોંધણી કરવી એજ મોટુ કામ હતું.

મોટાભાગના મતદારો શિક્ષીત ન હતા, આ વાતનું ધ્યાન રાખીને પાર્ટીઓ અને ઉમેદવારો માટે ચૂંટણી ચિહ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે તે સમયે મતપત્ર પર નામ અને નિશાન ન હતા. દરેક પાર્ટી માટે અલગ અલગ પેટી હતી, જેની પર તેમના ચૂંટણી નિશાન અંકિત કરવામાં આવતા હતા. તેના માટે લોખંડની 2 કરોડ 12 લાખ મતપેટીઓ બનાવવામાં આવી હતી અને અંદાજે 62 કરોડ મતપત્ર છાપવામાં આવ્યા હતા.

મતપેટીઓ અને મતપત્રોને સંબંધિત કેન્દ્રો સુધી પહોંચાડવામાં અધિકારીઓ અને કર્મચારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરતા હતા. જેમાં કેટલાક લોકોના મોત થયા હતા અને કેટલાક લૂંટના શિકાર પણ બન્યા હતા. કહેવાય છે કે પુર્વોત્તરમાં મ્યાંમારની સરહદ પાસેના મણીપુરના પહાડી વિસ્તારોમાં તો સ્થાનિક લોકોને એવું કહીને તૈયાર કરવામાં આવ્યા હતા કે તમે આ મતદાન સામગ્રીને નક્કી કરેલી સમયમર્યાદામાં પહોંચાડવામાં મદદ કરો, બદલામાં તમને એક એક કાંબળો અને બંદૂકનું લાયસન્સ આપવામાં આવશે. આ પ્રકારે અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ રીતો અપનાવવામાં આવતી હતી.

તે સમયે સુકુમાર સેન મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત કરાયા હતા. મતદારોની નોંધણીથી લઈને રાજકીય પાર્ટીઓના ચૂંટણી નિશાનનું નિર્ધારણ અને વ્યવસ્થિત ચૂંટણી કરાવવા માટે યોગ્ય અધિકારીઓ નક્કી કરવાનું કામ તેમણે ખૂબ સારી રીતે નિભાવ્યું હતું. તે સરકારી તિજોરીના પૈસાની કેટલી ચિંતા કરતા હતા તેનું ઉદાહરણ હતું- મતપેટીઓને સુરક્ષિત રાખવી. જેને કારણે 1957 ની બીજી ચૂંટણીમાં સાડા ચાર કરોડ રૂપિયાની બચત થઈ હતી. તેના માટે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જ નહી પરંતુ સ્વતંત્રતા બાદ પણ લાખો લોકોએ પોતાનું યોગદાન આપ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…