Not Set/ 2 સપ્ટે.થી ધો.6 થી 8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે, શિક્ષણમંત્રીની જાહેરાત

વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા આ આતુરતાનો અંત આવ્યો છે.

Top Stories Gujarat
2 સપ્ટે.થી

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારાજન્માષ્ટમી અને ગણપતિના તહેવારને લઇ રાત્રે કર્ફ્યુની સમયમર્યાદામાં વધારો કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ધીમે ધીમે કોરોનાની પરિસ્થિતિ થાળે પડી રહી છે અને જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે. ત્યારે શિક્ષણ જગત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા 2 સપ્ટે.થી તે ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા આ આતુરતાનો અંત આવ્યો છે.

અફઘાનિસ્તાન સંકટ / અમેરિકનો 31 ઓગસ્ટને લઈને ખૂબ જ ગંભીર,તાલિબાનના અલ્ટીમેટમનો ભય

આગામી 2 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ

આજે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા  શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે આગામી 2 સપ્ટે.થી ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે.પરંતુ શાળા શરુ કરતી વખતે બાળકોના સ્વાસ્થ્ય અંગે ખાસ તકેદારી રાખવામાં આવશે તેમજ કોરોનાની ગાઈડ લાઈનનું તમામ શાળાઓએ અનુસરણ કરવાનું રહેશે.

રાજ્યની શાળાઓમાં ધોરણ-6 થી 8 ના વર્ગોમાં આગામી તા.2 સપ્ટેમ્બર-2121 ગુરૂવારથી વર્ગખંડ શિક્ષણકાર્ય-ભૌતિક રૂપે શરૂ કરવામાં આવશે તેમ શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.CM  વિજયભાઇ રૂપાણી અને DYCMનિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકારે ધો-૬ થી ૮ના વર્ગખંડો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તેમ શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું.

શિક્ષણ મંત્રીએ આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, વિદ્યાર્થીઓનું ભાવિ બગડે નહિ સાથોસાથ કોઇ વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત પણ ન થાય તેની સંપૂર્ણ તકેદારી સાથે રાજ્ય સરકારે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાનો નિર્ણયો કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે હવે રાજ્યભરમાં કોરોના કેસોનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે તેને ધ્યાનમાં લઇને ધો-6 થી 8 ના વર્ગખંડોમાં શિક્ષણકાર્ય શરૂ કરવાનું રાજ્ય મંત્રીમંડળે નક્કી કર્યુ છે.

ધોરણ-6 થી 8 ના આ વર્ગો વિદ્યાર્થીની સંખ્યાના 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરાશે

શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ધોરણ-6 થી 8 ના આ વર્ગો વિદ્યાર્થીની સંખ્યાના પ૦ ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરાશે. એટલું જ નહિ, શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીએ પોતાના વાલીનો સંમતિપત્ર પણ લાવવાનો રહેશે, જે વાલી સંમતિ આપે તે જ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું રહેશે. ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે.તેમણે એમ પણ ઉમેર્યુ કે, હાલ રાજ્યમાં શાળાઓમાં ધો-9 થી 12 ના વર્ગોમાં શિક્ષણકાર્ય ચાલે છે તે માટેની જે S.O.P અને કોરોના સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા અમલી છે તેનું ચુસ્ત પાલન ધો-6 થી ના વર્ગખંડોના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓએ સુનિશ્ચિતપણે કરવાનું રહેશે તેવી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
શાળાઓમાં વર્ગખંડોમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય, શિક્ષકો-સ્ટાફ અને વિદ્યાર્થીઓ માસ્ક અવશ્ય પહેરે તેની પણ તકેદારી રાખવાની તાકિદ કરવામાં આવી છે એમ  ચુડાસમાએ ઉમેર્યુ હતું.

કુલ ૩૦ હજારથી વધુ શાળાઓના ૩ર લાખ જેટલા બાળકોનું વર્ગખંડ શિક્ષણકાર્ય શરૂ થશે

રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં 20 હજારથી વધુ સરકારી શાળાઓ સહિત ધો-6 થી 8 ના વર્ગો ધરાવતી કુલ ૩૦ હજારથી વધુ શાળાઓના ૩ર લાખ જેટલા બાળકોનું વર્ગખંડ શિક્ષણકાર્ય શરૂ થશે.આવી શાળાઓએ સંસ્થાના પરિસરમાં હેન્ડવોશ/સેનિટાઇઝરના પૂરતા પોઇન્ટ રાખવાની તેમજ સરકાર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતી કોવિડ-19 ગાઇડ લાઇન્સનું અવશ્યપણે પાલન કરવાનું રહેશે, તેમ પણ શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું.

વિદેશ કૂટનીતિ / તાલિબાન પ્રત્યે ભારત સરકારનો વલણ નરમ વાચતીતના આપ્યા સંકેત

શિક્ષણ સજ્જતા સર્વેક્ષણમાં જે શિક્ષકોએ ભાગ લીધો છે તેમનો આભાર

આ ઉપરાંત તેમણે શિક્ષણ સ્વચ્છતા સર્વેક્ષણ અંગે જણાવ્યું હતું કેશિક્ષણમંત્રી ચુડાસમાએ આ સાથે વાત કરતા કહ્યું હતું ગઈ કાલે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણમાં જે શિક્ષકોએ ભાગ લીધો છે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. જે શિક્ષકોએ ભાગ લીધો તેમણે કહ્યું કે અમારા માટે આ સારું હતું અને અમારા પણ જ્ઞાનમાં વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે આ મરજિયાત હતી અને તેનો કોઈ પણ ભવિષ્યની કારકિર્દી પર કોઈ અસર પડવાની હતી નહી.

sago str 17 2 સપ્ટે.થી ધો.6 થી 8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે, શિક્ષણમંત્રીની જાહેરાત