Not Set/ ચોટીલા વિસ્તારમાં વનરાજે દેખા દીધા, ધારેઇ ગામે સિંહે વાછરડીનું કર્યુ મારણ

સુરેન્દ્રનગર:ચોટીલા વિસ્તારમાં વનરાજા ચોટીલાના ઢેઢુકી ગામે સિંહ જોવા મળ્યો સિંહ જોવા મળ્યો હોવાની વનવિભાગની પુષ્ટિ ધારેઇ ગામે સિંહે વાછરડીનું કર્યુ મારણ લોકોને સાવચેત રહેવા વન વિભાગની અપીલ રામપરાની વિડીમાં પણ છે સિંહોનો વસવાટ ચોટીલા નજીક આવેલી વિડીમાં 12 જેટલા સિંહો આમ તો કહેવાય છે કે, સિંહનાં વિસ્તાર કાંઇ નકકી નથી હોતા, તે તો રાજા છે, […]

Gujarat Others
lion1 ચોટીલા વિસ્તારમાં વનરાજે દેખા દીધા, ધારેઇ ગામે સિંહે વાછરડીનું કર્યુ મારણ
  • સુરેન્દ્રનગર:ચોટીલા વિસ્તારમાં વનરાજા
  • ચોટીલાના ઢેઢુકી ગામે સિંહ જોવા મળ્યો
  • સિંહ જોવા મળ્યો હોવાની વનવિભાગની પુષ્ટિ
  • ધારેઇ ગામે સિંહે વાછરડીનું કર્યુ મારણ
  • લોકોને સાવચેત રહેવા વન વિભાગની અપીલ
  • રામપરાની વિડીમાં પણ છે સિંહોનો વસવાટ
  • ચોટીલા નજીક આવેલી વિડીમાં 12 જેટલા સિંહો

આમ તો કહેવાય છે કે, સિંહનાં વિસ્તાર કાંઇ નકકી નથી હોતા, તે તો રાજા છે, અને મન થાય ત્યાં મહાલે પણ ખરો. અને આવું જ સામે આવ્યું છે, પ્રખ્યાત યાત્રાધામ ચોટીલામાં. જી હા, એક એશિયાટીક લાયન એટલે કે ગીરનો ડાલ્લા મથ્થો છેક ચોટીલે ચક્કર મારવા પહોંચી ગયો છે.

  • ધારેઇ ગામે સિંહે વાછરડીનું કર્યુ મારણ

જી હા, વિશ્વની શાન સમાન સોરઠનો સાવજે સુરેન્દ્રનગરનાં ચોટીલા ગ્રામ્ય વિસ્તારમાં દેખા દિઘા. ચોટીલાના ઢેઢુકી ગામે સિંહ જોવા મળ્યો છે. સિંહ જોવા મળ્યો હોવાની વનવિભાગ દ્વારા પુષ્ટિ કરવામા આવી છે. ગીરના વન્ય વિસ્તારથી ચોટીલા પહોંચેલા સાવજે રસ્તામાં ધારેઇ ગામે  વાછરડીનું મારણ કર્યુ અને મિજબાની પણ માણી હતી. વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામા આવી.

  • રામપરાની વિડીમાં પણ છે સિંહોનો વસવાટ

ઉલ્લેખનીય છે કે, પૂર્વે પણ સિંહ દ્વારા ગોંડલ સુધીની સફરો ખેડવામાં આવી છે. અને આપને જણાવી દઇએ કે, ચોટીલાની બાજુમાં આવેલા વાંકાનેરનાં રામપરામાં તો સિંહને સરકાર દ્વારા વસાવવામાં પણ આવ્યા છે. રામપરા આરક્ષીત જંગલમાં હાલ 12 જેટલા સિંહો વસવાટ કરે છે. સરકાર દ્વારા એશિયાટીક લાયન્સની પ્રજાતીને સેઇફગાર્ડ કરવા માટે આ આરક્ષીત જંગલ બનાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં એક કપલને અહીં વસાવવામાં આવ્યું હતું અને આ વિસ્તાર વનરાજને માફક આવી જતા હાલ તેની સંખ્યા 12 જેટલી પહોંચી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.