Olympics 2036/ ઓલિમ્પિક્સ 2036ની તૈયારીઓની કેન્દ્રીય પ્રધાન અમિત શાહે સમીક્ષા કરી

Olympics 2036ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ની અધ્યક્ષતામાં આ અંગેની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી

Top Stories Gujarat
Olympics 2036

Olympics 2036ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ની અધ્યક્ષતામાં આ અંગેની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત ભાઈ એ Olympics 2036ના આયોજન માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લેનારા સરદાર  વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં  આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં માત્ર જોશીમઠ જ નહીં અન્ય સ્થળોએ પણ ભૂસ્ખલનનો ભય

Olympics 2036 માટે આ સ્પોર્ટ્સ એન્કલેવમાં સમયબદ્ધ રીતે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનું કાર્ય આયોજન હાથ ધરવામાં આવે તેવા દિશા નિર્દેશ પણ  કેન્દ્રીય ગૃહ મંત્રીએ આપ્યા હતા, કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી એ ગુજરાતમાં Olympics 2036ની રમતો માટેના જે સ્થળો રાજ્ય સરકારે ઓળખી કાઢેલા છે ત્યાં પણ જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલિમ્પિક્સના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

તેમણે આ બેઠક અગાઉની યોજાયેલી પ્રથમ બેઠકમાં થયેલા સૂચનો અંગે જે કામગીરી આગળ વધી રહીછે તેની પણ સમીક્ષા કરી હતી. અમિતભાઇ શાહે રાજ્ય સરકાર દ્વારા Olympics 2036 માટે જે કાર્ય આયોજનો થાય તેની સમીક્ષા સમયાંતરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી કરે તેવું સૂચન પણ કર્યુ હતું.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં માત્ર જોશીમઠ જ નહીં અન્ય સ્થળોએ પણ ભૂસ્ખલનનો ભય

આગામી Olympics 2036 માટે ગુજરાતમાં ભવ્ય રીતે આયોજિત થાય તે માટેની વિસ્તૃત વ્યૂહ રચનાની પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અમિત શાહે આ બેઠક પૂર્વે નારણપુરા સ્પોર્ટ્સ સંકુલની પણ મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. Olympics 2036 માટે મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર, રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્ચિનીકુમારે આ બેઠકમાં ભાગ લઈ પૂરક વિગતો આપી હતી

Olympics 2036  માટે ગુજરાતની તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ઔડાના સી.ઇ.ઓ ડી.પી. દેસાઇ તથા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચોઃ

ઉત્તરાખંડમાં માત્ર જોશીમઠ જ નહીં અન્ય સ્થળોએ પણ ભૂસ્ખલનનો ભય

રાઇફલથી પેન સુધી: આત્મસમર્પણ કરનારા માઓવાદીનું ધ્યેય શિક્ષણ મેળવવાનું

વન-ડે ઇતિહાસની સૌથી મોટી જીત મેળવતું ભારતઃ કોહલીની 46મી સદી