Political/ એકવાર ફરી નજરકેદ કરવામાં આવ્યા ઉમર અબ્દુલ્લા, ટ્વીટ કરી આપી જાણકારી

જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાએ દાવો કર્યો છે કે, તેમને અને તેમના પરિવારને ફરી એકવાર નજરકેદ કરવામાં આવ્યા છે.

India
PICTURE 4 211 એકવાર ફરી નજરકેદ કરવામાં આવ્યા ઉમર અબ્દુલ્લા, ટ્વીટ કરી આપી જાણકારી

જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાએ દાવો કર્યો છે કે, તેમને અને તેમના પરિવારને ફરી એકવાર નજરકેદ કરવામાં આવ્યા છે. તેમણે રવિવારે ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કેટલાક ફોટા પણ શેર કર્યા હતા, જેમાં કેટલાક પોલીસ વાહનો તેમના ઘરની બહાર પાર્ક કરેલા છે.

નેશનલ કોન્ફરન્સનાં વાઇસ પ્રેસિડેન્ટ અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું હતું કે, ‘ઓગસ્ટ 2019 પછી આ નવું જમ્મુ-કાશ્મીર છે. અમને કોઈ કારણ બતાવ્યા વિના અમારા ઘરોમાં બંધ કરી દેવામાં આવ્યા છે. આનાથી વધુ ખરાબ શું હોઇ શકે કે, તેઓએ મને અને મારા પિતાને (હાલનાં સાંસદ) અમારા ઘરમાં બંધ કરી દીધા છે, મારી બહેન અને તેમના બાળકો પણ તેમના ઘરમાં બંધ છે.’

ઉમર અબ્દુલ્લાએ પોતાના ટ્વીટનાં સાત ફોટોગ્રાફ્સ શેર કર્યા છે, જેમાં શહેરનાં ગુપકર વિસ્તારમાં તેમના નિવાસસ્થાનનાં મુખ્ય દરવાજાની બહાર પોલીસ વાહનો ઉભા જોવા મળી રહ્યા છે. તેમણે મોદી સરકારને એક અન્ય ટ્વીટમાં કટાક્ષ કરતા કહ્યું કે, ચાલો, લોકશાહીનાં તમારા નવા મોડેલનો અર્થ એ છે કે અમને કોઈ કારણ આપ્યા વિના અમારા ઘરોમાં બંધ રાખવામાં આવે અને અમારા ઘરમાં કામ કરતા કામદારોને પણ અંદર ન આવવા દેવામાં આવે. આ પછી પણ તમને આશ્ચર્ય થાય છે કે મને હજી ગુસ્સો અને કડવાશ છે. ઉલ્લેખનીય છેે કે, શનિવારે પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તિએ પણ દાવો કર્યો હતો કે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, અતહર મુસ્તાક તેમના પરિવારને મળવા જતા પહેલા તેમને ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, કથિત આતંકવાદી અતહર ગત વર્ષે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ઠાર થઇ ગયો હતો.

Tribute / રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ, પુલવામા શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ

Political / ખેડૂતોના મોત પર આ વાત બોલી હસી પડ્યા હરિયાણાના કૃષિ મંત્રી, Video થયો વાયરલ

કૃષિ આંદોલન / ગ્રેટા થનબર્ગ ટૂલકીટ મામલે દિલ્હી પોલીસને મળી મોટી સફળતા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ