Not Set/ લો કરલો બાત!! નસવાડીમાં “સરકારી” અનાજનું ગોડાઉન સીલ કરાયું

છોટાઉદેપુર જીલ્લાનાં નસવાડીમાં વિચીત્ર ઘટના સામે આવી છે. નસવાડીમાં રાજ્ય સરકાર હસ્તગતનું અનાજનું ગોડાઉન સીલ કરી દેવામા આવતા ભારે આશ્ચર્ય ફેલાઇ જવા પામ્યું હતું. સરકાર દ્રારા જ સરકારી અનાજનાં ગોડાઉનને સીલ મારી દેવાતા ઘટના વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી. છોટાઉદેપુર જીલ્લાનાં નસવાડીમાં આવેલા સરકારી અનાજનાં ગોડાઉનમાં કૌભાંડની આશંકા સામે આવી છે. ગોડાઉનનાં મેનેજર […]

Top Stories Gujarat Others
nasvadi1 લો કરલો બાત!! નસવાડીમાં "સરકારી" અનાજનું ગોડાઉન સીલ કરાયું

છોટાઉદેપુર જીલ્લાનાં નસવાડીમાં વિચીત્ર ઘટના સામે આવી છે. નસવાડીમાં રાજ્ય સરકાર હસ્તગતનું અનાજનું ગોડાઉન સીલ કરી દેવામા આવતા ભારે આશ્ચર્ય ફેલાઇ જવા પામ્યું હતું. સરકાર દ્રારા જ સરકારી અનાજનાં ગોડાઉનને સીલ મારી દેવાતા ઘટના વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી.

છોટાઉદેપુર જીલ્લાનાં નસવાડીમાં આવેલા સરકારી અનાજનાં ગોડાઉનમાં કૌભાંડની આશંકા સામે આવી છે. ગોડાઉનનાં મેનેજર રીટાયર થતા, નવા ગોડાઉન મેનેજરને ચાર્જ આપતા પહેલા ગોડાઉનમાં રાખવામા આવેલા અનાજના જથ્થાની ગણતરી કરવામા આવી હતી. ગોડાઉણમાં રાખવામા આવેલા અનાજનાં જથ્થામાં ગણતરી સમયે કઇક ગોબાજાડી હોવાનું સામે આવ્યું છે.

nasvadi લો કરલો બાત!! નસવાડીમાં "સરકારી" અનાજનું ગોડાઉન સીલ કરાયું

ગણતરીમાં 2800 ઘઉંની બોરી અને 1608 ચોખાની બોરીઓ ઓછી નીકળી છે. અનાજનો આટલી મોટી સંખ્યામાં જથ્થો ઓછો નિકળતા જિલ્લા પુરવઠા અધિકારીએ ગોડાઉનને સીલ કરી દેવાનું પગલું લીધુ છે. તો આ મામલા માટે જવાબદાર રીટાયર થયેલ ગોડાઉનનાં મેનેજરનો ફોન પણ સ્વીચ ઓફ  આવી રહ્યો છે અને મેનેજર ગાયબ થઇ ગયો હોવાની વાત પણ સામે આવી રહી છે. સમગ્ર મામલામાં ઘટના ક્રમ જોતા દાળમાં કઇક કાળુ હોવાની આશંકા આવતા પુરવઠા અધિકારી દ્રારા યોગ્ય તપાસનાં પગલા લેવામા આવી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.