Not Set/ દુનિયાનાં 77 દેશ સુધી પહોંચ્યો ઓમિક્રોન, બૂસ્ટર ડોઝ પણ બેઅસર

કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે જાન્યુઆરી 2022માં ત્રીજી લહેર આવવાની આશંકા છે. આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિઅન્ટ વિશ્વનાં 77 દેશોમાં ફેલાયો છે.

Top Stories World
ઓમિક્રોન પહોંચ્યો 77 દેશ સુધી

કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે જાન્યુઆરી 2022માં ત્રીજી લહેર આવવાની આશંકા છે. આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિઅન્ટ વિશ્વનાં 77 દેશોમાં ફેલાયો છે. આ માહિતી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) નાં મહાનિર્દેશક Dr. Tedros Adhanom Ghebreyesus આપી હતી. WHO માને છે કે લગભગ આ વિશ્વભરમાં ફેલાઈ ગયો છે, પરંતુ અમને હજુ સુધી તે વાતની ખબર નથી. ઓમિક્રોન કોરોનાનાં અગાઉનાં વેરિઅન્ટની જેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHO એ કહ્યું કે, એ વિચારવું ખોટું છે કે તેનાથી હળવી બિમારી થઈ રહી છે.

ઓમિક્રોન પહોંચ્યો 77 દેશ સુધી

આ પણ વાંચો –વિવાદિત નિવેદન /  ગુજરાતમાં દારૂ લીગલ વેચાતો હોત તો સરકારને ટેક્ષરૂપી ફાયદો થાય : ભરતસિંહ સોલંકી

કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે. ધીરે ધીરે, ઓમિક્રોન ડઝનેક દેશોમાં તેના પગ ફેલાવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન( WHO)નાં મહાનિર્દેશક Dr. Tedros Adhanom Ghebreyesus પણ કોરોનાનાં નવા વેરિઅન્ટનાં જોખમ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, 77 દેશોમાં ઓમિક્રોનનાં કેસ નોંધાયા છે, પરંતુ સત્ય એ છે કે ઓમિક્રોન લગભગ તમામ દેશોમાં પહોંચી ગયું છે, ભલે ત્યાં તેના કેસ પકડાયા ન હોય. WHO મહાનિર્દેશકે કહ્યું કે, ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે, કોરોના વેરિઅન્ટનો કોઈ વાયરસ એટલો ઝડપથી વિકસ્યો નથી. ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ વિશે પણ શંકા છે. WHO નાં ડાયરેક્ટર જનરલે કહ્યું કે, કેટલાક દેશોએ ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સમગ્ર પુખ્ત વસ્તી માટે બૂસ્ટર ડોઝ પર ભાર મૂક્યો હતો. જો કે, હાલમાં એવો કોઈ ડેટા નથી જે બતાવે કે બૂસ્ટર ડોઝ કેટલો અસરકારક છે. જો કે, કેટલાક નિષ્ણાતો માને છે કે રસીકરણ આ જોખમને ઘટાડી શકે છે. આ દિશામાં ભારત સતત રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, ભારતમાં 134 કરોડથી વધુ રસી આપવામાં આવી છે. WHOએ કહ્યું કે, તે બૂસ્ટર ડોઝની વિરુદ્ધ નથી, પરંતુ તેની ચિંતા દરેક જગ્યાએ લોકોનાં જીવ બચાવવાની છે. WHO એ આ રસીનાં સંગ્રહ અંગે જણાવ્યું હતું.

ઓમિક્રોન પહોંચ્યો 77 દેશ સુધી

આ પણ વાંચો –ડોન / અંડરવર્લ્ડ ડોન સુરેશ પૂજારીને અમેરિકાથી ભારત પરત લાવવામાં આવ્યો,મુંબઈમાં 25 કેસ નોંધાયા છે

જણાવી દઇએ કે, WHO દલીલ કરે છે કે બૂસ્ટર ડોઝને કારણે સંગ્રહખોરીને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઠીક તેવુ હશે જે આ વર્ષે જોવા મળ્યું હતું. કોવિડ B.1.1.1.529 નાં વધુ ચેપી સ્વરૂપનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે નોંધાયો હતો. દક્ષિણ આફ્રિકાએ આ અંગે WHOને જાણ કરી હતી. આ પછી બોત્સ્વાના, બેલ્જિયમ, હોંગકોંગ, ઈઝરાયેલ, યુકે, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, નેધરલેન્ડ, જાપાન, જર્મની અને ફ્રાન્સ વગેરે દેશોમાં પણ તેની ઓળખ થઈ. WHO ઓમિક્રોનને કોરોના વાયરસનાં વિવિધ વેરિઅન્ટમાં સૌથી ખતરનાક માને છે. 26 નવેમ્બરનાં રોજ, WHO એ તેને ‘ચિંતાજનક’ સ્વરૂપ તરીકે વર્ણવતા તેને ઓમિક્રોન નામ આપ્યું.