Beauty/ ખાસ પ્રસંગમાં મહેંદી નહીં પણ આલતા લગાવાથી સુંદર દેખાશે તમારા પગ, લગાવવાની આસાન ટીપ્સ

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે એટલે લગ્નમાં મહિલાઓ હાથ અને પગ પર મહેંદી લગાવતી હોય છે. આ સિવાય કોઇ ડાન્સ કોમ્પીટીશનમાં પણ મહિલો મહેંદી લગાવતી હોય છે.

Trending Lifestyle
Cricket Tutorials YouTube Thumbnail 11 ખાસ પ્રસંગમાં મહેંદી નહીં પણ આલતા લગાવાથી સુંદર દેખાશે તમારા પગ, લગાવવાની આસાન ટીપ્સ

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે એટલે લગ્નમાં મહિલાઓ હાથ અને પગ પર મહેંદી લગાવતી હોય છે. આ સિવાય કોઇ ડાન્સ કોમ્પીટીશનમાં પણ મહિલો મહેંદી લગાવતી હોય છે. જો તમને મહેંદી લગાવતા નથી આવડતુ તો તમે આલતા લગાવી શકો છો. આલતા લગાવવું એ ખૂબ જ સહેલુ છે, તમે કેટલીક ટિપ્સ દ્વારા પણ તે લગાવી શકો છો. આ લગાવવા માટે તમારી પાસે એક બ્રશ, વ્યાઇટ કુમકુમ, ઇયર બડ્સ, પેન્સિલ અને આલતા આટલી વસ્તુ હોવી જોઇએ. આવો જાણીએ આલતા લગાવાની આસાન ટીપ્સ. જેની મદદથી તમે તમારા પગ અને હાથ રંગી શકો છો.

સૌપ્રથમ પેન્સિલથી ડિઝાઇન બનાવો
આલતા લગાવ્યા પહેલા તમે તેને વાસણમાં કે ડબ્બામાં નિકાળી દો, ત્યાર બાદ એક પેન્સિલ લો અને તેના પર આલતા લગાવીને ડિઝાઇન બનાવો. આ માટે તમે કોઇ પીનનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તમારે પગના તળીયા પાસે વેલ બનાવો અને પગના પંજા વચ્ચે ફૂલ બનાવો. ત્યાર બાદ આંગળીયો પર વૃક્ષના પાનાની ડિઝાઇન બનાવો અને સિંપલ ડૉટ્સ બનાવો.

બ્રશ દ્વારા લગાવો આલતા
તમે બ્રશ દ્વારા આલતા લગાવી શકો છો. જેના દ્વારા ડિઝાઇન અલગથી સુંદર રીતે ઉભરી આવશે. બઘી જ ડિઝાઇનને રંગો વડે રંગી દો. ત્યાર બાદ બ્રશ વડે આંગળીઓની આસપાસ આલતાને લગાવો, તમે પગની એડીમાં પણ આલતા લગાવી દો અને નખમાં પણ લગાવો. આ રીતે તમે બધી જ ડિઝાઇનને પુરી કરો અને બીજી ડિઝાઇન બનાવવાની શરૂઆત કરો.

ઇયર બડ્સની મદદથી પોલ્કા ડૉટ્સ બનાવો
તમે ઇયર બડ્સની મદદથી પોલ્કા ડૉટ્સ બનાવી શકો છો. આંગળીઓની પાસે એડીઓમાં આલતા ભરીને અલગ અલગ જગ્યા પર પોલ્કા ડૉટ્સ બનાવો. તમે બ્રશ કે ઇયર બડ્સની મદદથી આલતા ડિઝાઇન બનાવી શકો છો. ત્યાર બાદ રંગ માટે પણ તમે ઇયર બડ્સનો ઉપયોગ કરી શકો છો.

સફેદ કુમકુમ
સફેદ કુમકુમથી આલતાની આસપાસ તમે તેને સુંદર લુક આપી શકો છો. સફેદ કુમકુમથી પોલ્કા ડૉટ્સની આસપાસ લગાવો અને તેને એક ફૂલનું સ્વરૂપ આપો. આ રીતે તમે સુંદર ઉપાયથી આલતા લગાવી શકો છો. અને તમારા પગને સુંદર બનાવી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટકના ભાજપના સાંસદ વી. શ્રીનિવાસ પ્રસાદનું નિધન

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે સુનાવણી

આ પણ વાંચો:છઠ્ઠા તબક્કા માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે