Not Set/ શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના નામે છેતરપિંડી કરનારની, માતોશ્રીથી ધરપકડ

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન, માતોશ્રીના કર્મચારી પાસેથી પૈસા ઉઘરાવવા બદલ 19 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ કર્મચારી પાસેથી એક પાર્સલના બદલામાં પૈસા માંગ્યા હતા, અને તેનો દાવો હતો કે, આદિત્ય ઠાકરે દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. સ્વ. શિવસેના પ્રમુખ બાલ ઠાકરે માતોશ્રીમાં રહેતા હતા, ત્યાં સુરક્ષા ખૂબ જ કડક છે. એક પોલીસ […]

Top Stories India
aaditya શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના નામે છેતરપિંડી કરનારની, માતોશ્રીથી ધરપકડ

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન, માતોશ્રીના કર્મચારી પાસેથી પૈસા ઉઘરાવવા બદલ 19 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ કર્મચારી પાસેથી એક પાર્સલના બદલામાં પૈસા માંગ્યા હતા, અને તેનો દાવો હતો કે, આદિત્ય ઠાકરે દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

સ્વ. શિવસેના પ્રમુખ બાલ ઠાકરે માતોશ્રીમાં રહેતા હતા, ત્યાં સુરક્ષા ખૂબ જ કડક છે. એક પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે આરોપી ધીરજ મોરે એ અગાઉ પણ આ રીતે બંગલામાં કર્મચારીઓ સાથે ઠગાઇ કરી હતી.

મોરે સમાન ડિલિવરી કરવાનું કામ કરે છે. અને તે પરેલ, મધ્ય મુંબઈનો વાતની છે. અગાઉ આ જ ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં જ જેલમાંથી છૂટ્યો છે. આ ઘટના બાદ માતોશ્રીમાં સુરક્ષા વધારવામાં આવી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મોરેને પાર્સલ પહોંચાડવાની કોશિશ કરતી વખતે ગુરુવારે માતોશ્રી ખાતે સુરક્ષા જવાનોએ પકડ્યો હતો. તેમણે કહ્યું કે આ પાર્સલ યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરે દ્વારા મંગાવવામાં આવ્યું હતું.

ઝોન 8 ના પોલીસ અધિક્ષક મંજુનાથ સિંજેએ જણાવ્યું હતું કે, મોરેએ અગાઉ ત્રણ વખત સ્ટાફ સાથે છેતરપિંડી કરી હતી અને ઓછામાં ઓછી 8500 રૂપિયાની રકમ પડાવી લીધી હતી. અગાઉ મોરેએ  હેડફોન, એક કોપિ ડિસ્ક અને કમ્પ્યુટર માઇકની ડિલિવરી કરી હતી.

તેમણે કહ્યું હતું કે મોરેએ આ વસ્તુઓની કિંમત વધારી દીધી હતી. ચોથી વાર ડિલિવરી કરવા આવ્યો ત્યારે  કર્મચારીઓને તેની પર શંકા ગઈ ત્યારે તેઓ બંગલે ગયા અને આદિત્ય ઠાકરેને પૂછ્યું કે તેમણે ઓનલાઈન ઓર્ડર આપ્યો છે કે કેમ..? આદિત્ય ઠાકરેની ના પાડવા પર મોરે જૂઠ્ઠાણું બહાર આવ્યું હતું.

તેની સામે ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન