Not Set/ CAA મુદ્દે પ્રદર્શન કરી રહેલા લોકોને ડે.કલેક્ટર પ્રિયા વર્માએ મારી થપ્પડ, વીડિયો વાયરલ

મધ્યપ્રદેશનાં રાજગઢની નાયબ કલેક્ટર પ્રિયા વર્મા ચર્ચામાં છે. જણાવી દઇએ કે, ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો રવિવારે રાજગઢમાં નાગરિકતા સુધારા કાયદાનાં સમર્થનમાં દેખાવો કરી રહ્યા હતા. જિલ્લામાં કલમ 144 લાગુ છે, તેથી પોલીસે આ પ્રદર્શનકારીઓને હટવા કહ્યું, જેના પગલે ભાજપનાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન નાયબ કલેકટર પ્રિયા વર્મા પણ હાજર હતા. […]

Top Stories India
Priya Verma CAA મુદ્દે પ્રદર્શન કરી રહેલા લોકોને ડે.કલેક્ટર પ્રિયા વર્માએ મારી થપ્પડ, વીડિયો વાયરલ

મધ્યપ્રદેશનાં રાજગઢની નાયબ કલેક્ટર પ્રિયા વર્મા ચર્ચામાં છે. જણાવી દઇએ કે, ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો રવિવારે રાજગઢમાં નાગરિકતા સુધારા કાયદાનાં સમર્થનમાં દેખાવો કરી રહ્યા હતા. જિલ્લામાં કલમ 144 લાગુ છે, તેથી પોલીસે આ પ્રદર્શનકારીઓને હટવા કહ્યું, જેના પગલે ભાજપનાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન નાયબ કલેકટર પ્રિયા વર્મા પણ હાજર હતા. આ જ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક પ્રદર્શનકારીએ નાયબ કલેક્ટર પ્રિયા વર્માનાં વાળ ખેંચ્યા છે. જો કે પ્રિયા વર્મા પર પણ પ્રદર્શનકારીઓને થપ્પડ મારવાનો આરોપ છે.

પોલીસે પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને સ્થળ ખાલી કરવા કહ્યુ હતુ, અહી કલમ 144 લાગુ હોવાના કારણે પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યુ કે તમે સ્થળ ખાલી કરી દો પરંતુ જ્યારે તેઓએ સ્થળ ખાલી ન કર્યુ તો પોલીસે તેમને હટાવવાનો પ્રયત્ન કરતા બન્ને વચ્ચે ઘર્ષણ થયુ હતુ. દરમિયાન નાયબ કલેક્ટર પ્રિયા વર્માએ એક કાર્યકર્તાને જોરથી થપ્પડ મારી દીધો હતો. આ સમય દરમિયાન, કોઈએ કલેક્ટરનાં વાળ પકડ્યા અને તેને ખેંચી લીધા. વિવાદ વધતો જોઈને પોલીસે પ્રદર્શન કરનારા લોકો પર લાઠીચાર્જ કર્યો, જેમાં બે કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. આ સમગ્ર ઘટનાનાં કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે.

જાણો કોણ છે પ્રિયા વર્મા

મધ્યપ્રદેશનો આ વીડિયો સામે આવ્યા બાદ પ્રિયા વર્માએ ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું હતું. રાજગઢ જિલ્લાની નાયબ કલેક્ટર પ્રિયા વર્મા મધ્યપ્રદેશનાં ઇન્દોર જિલ્લાનાં મંગલિયા ગામની રહેવાસી છે. કોલેજનો અભ્યાસ પછી જ પ્રિયા વર્માએ સિવિલ સર્વિસ માટેની તૈયારી શરૂ કરી હતી. માત્ર 21 વર્ષની ઉંમરે ડીએસપી બનેલી પ્રિયા વર્માએ વર્ષ 2014 માં પ્રથમ વખત મધ્યપ્રદેશ જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી હતી અને રાજ્યનાં ભૈરવગઢ જિલ્લામાં જેલર તરીકે પહેલી પોસ્ટિંગ મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.