OMG!/ આ બકરાનાં શરીર પર ઓમ અને મોહમ્મદનું છે પ્રતિક, માલિક રાતો-રાત બન્યો લખપતિ

દેશમાં આજે લોકો જાતિનાં નામે વહેંચાઇ ગયા છે ત્યારે આ ખરાબ સમયે એક એવુ દ્રશ્ય તાજેતરમાં સામે આવ્યુ છે, જેને જોઇને આપ ચોંકી જશો.

Ajab Gajab News
11 192 આ બકરાનાં શરીર પર ઓમ અને મોહમ્મદનું છે પ્રતિક, માલિક રાતો-રાત બન્યો લખપતિ

દેશમાં આજે લોકો જાતિનાં નામે વહેંચાઇ ગયા છે ત્યારે આ ખરાબ સમયે એક એવુ દ્રશ્ય તાજેતરમાં સામે આવ્યુ છે, જેને જોઇને આપ ચોંકી જશો. જણાવી દઇએ કે, યુપીનાં અમરોહામાં એક એવો બકરો છે જેની એક તરફ ઓમ તો બીજી તરફ મોહમ્મદ લખેલુ જોવા મળ્યુ છે.

11 194 આ બકરાનાં શરીર પર ઓમ અને મોહમ્મદનું છે પ્રતિક, માલિક રાતો-રાત બન્યો લખપતિ

મોંઘવારીનો માર / ખિસ્સા પર વધુ એક પ્રહાર, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG નાં ભાવમાં વધારો

આ બકરાનાં ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ ફોટા ઔદ્યૌગિક નગરી  ગજરૌલાનાં ખ્યાલીપુર ગામની છે, જ્યા તાજેતરમાં એક બકરો ચર્ચાનો વિષય બન્યો છે. આ બકરા પર એક તરફ ઓમ તો બીજી તરફ મોહમ્મદ લખેલુ જોવા મળી રહ્યુ છે. આ જ કારણ છે કે, અત્યાર સુધી આ બકરાની કિંમત 11 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે, પરંતુ બકરાનો માલિક હજી બકરી ઈદની રાહ જોઈ રહ્યો છે, જેથી તેને વધારે ભાવ મળી શકે. જ્યારે, બકરા ખરીદવા માટે અમરોહાનાં જિલ્લા ઉપરાંત દિલ્હીથી પણ ખરીદી કરનારાઓ ગામમાં પહોંચવા લાગ્યા છે. બકરાનાં માલિક તારાચંદે વધુ કિંમત મેળવવાની આશાએ સોશિયલ મીડિયા પર પોતાનો મોબાઇલ નંબર પણ જાહેર કર્યો છે, જેથી કોઈને અહીં પહોંચવામાં કોઈ તકલીફ ન પડે. આટલું જ નહીં, એક તરફ ઓમ અને બીજી બાજુ મોહમ્મદનાં લખાણને કારણે તેના માલિકને આશા છે કે તે હવે તેને 11 લાખ રૂપિયાથી ઓછામાં વેચશે નહીં.

11 193 આ બકરાનાં શરીર પર ઓમ અને મોહમ્મદનું છે પ્રતિક, માલિક રાતો-રાત બન્યો લખપતિ

મહામારીનો માર / UK માં કોરોનાનો કોહરામ, ઈન્ડોનેશિયામાં પહેલીવાર હજારથી વધુ મોત

આપને જણાવી દઈએ કે, અગાઉ યુપીનાં ફિરોઝાબાદ પોલીસ સ્ટેશનનાં રખાબલી ગામનાં સુરેન્દ્રસિંહનાં એક બકરાનાં શરીર પર એક તરફ ઓમ અને બીજી તરફ મોહમ્મદ લખેલુ હોવાના કારણે આ બકરાને આસપાસનાં ગામનાં લોકો ચમત્કારી કહી રહ્યા છે. એટલું જ નહીં, સુરેન્દ્રસિંહનાં પરિવારજનો હવે બકરાની કિંમતથી પોતાના નસીબમાં પરિવર્તનની આશા રાખી રહ્યા છે. હવે તે 5 લાખનાં ભાવે પોતાનો બકરો વેચવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ બકરા પર અલ્લાહ લખાયેલુ છે અને તેથી તે બલિનું બાળ છે. તેથી, બકરાનો ભાવ 10 લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા લોકો આ કિંમત આપવા તૈયાર હોવાનુ પણ સુત્રો કહી રહ્યા છે.