OMG!/ લગ્ન સમારોહમાં દુલ્હનને ઢોકળા ખવડાવવું પડ્યું ભારે, દુલ્હનનો ગયો જીવ

રાત્રે જે ઘરમાં લગ્ન ગીતો ગવાના હતા ત્યાં હવે મળશિયા  ગવાઇ રહ્યા હતા. ખુશીનું વાતાવરણ માતમ છવાઈ જશે તેની કોઈને કલ્પના પણ નહોતી.

Ajab Gajab News Trending
musevala 5 લગ્ન સમારોહમાં દુલ્હનને ઢોકળા ખવડાવવું પડ્યું ભારે, દુલ્હનનો ગયો જીવ

લગ્નનો સંબંધ ભલે જન્મ-જન્મનો હોય છે, પરંતુ ઘણી વખત આ સંબંધ અંત સુધી પહોંચતા પહેલા તૂટી જાય છે. જો કે લગ્ન તૂટવાનું કારણ વર-કન્યા વચ્ચેની પરસ્પર વિખવાદ, દહેજની માંગ અથવા છોકરા-છોકરીમાં કોઈને કોઈ ઉણપ માનવામાં આવે છે, પરંતુ ક્યારેક તેનું કારણ ખૂબ જ પીડાદાયક પણ હોય છે.

હકીકતમાં છિંદવાડાના બુધવારી બજારમાં રહેતી એક યુવતીના લગ્ન પુણેમાં નક્કી થયા હતા. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. દુલ્હનના હાથે મહેંદી કરવામાં આવી હતી અને ઘરમાં તમામ મહેમાનો પણ આવી ગયા હતા. ઘરમાં ઉજવણી અને હાસ્યનું વાતાવરણ હતું. કન્યા પણ લગ્ન કરીને તેના નવા ઘરે એટલે કે સાસરે જવા માટે તૈયાર હતી.

લગ્નના દિવસે સવારથી જ ઘરમાં હાસ્ય અને ખુશીનો માહોલ હતો. સાંજે વરઘોડો આવવાનું હતું. બધા લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. આ દરમિયાન મહેમાનોને ભૂખ લાગી તો કોઈએ ઢોકળા બનાવવાની સલાહ આપી. આ પછી દરેક માટે નાસ્તામાં ઢોકળા બનાવવામાં આવ્યા હતા. ઉનાળો હોવાથી દરેક જણ હળવો નાસ્તો કરવા ઈચ્છતા હતા.

કોઈએ કન્યાને ઢોકળા ખાવાનો આગ્રહ કર્યોઃ
બધા મહેમાનો પેટ ભરીને ઢોકળા ખાધા. આ દરમિયાન એક મહિલાએ દુલ્હનને ઢોકળા ખાવાનું પણ કહ્યું. ઘરની સ્ત્રીઓના કહેવાથી તેણે ઢોકળા ખાધા. બધાં વાતો કરતાં કરતાં ઢોકળા ખાઈ રહ્યાં હતાં, ત્યારે અચાનક ઢોકળા કન્યાના ગળામાં ફસાઈ ગયા.

પહેલા ગૂંગળામણ અનુભવાઈ પછી લાંબા સમય સુધી ખાંસી આવી
વધૂએ ઢોકળા ખાધા કે તરત જ તેને એક જોરથી અંતરાસ આવી.  આ પછી લોકોએ પહેલા પાણી આપ્યું અને પછી પીઠ પર થપકી  મારીને ઢોકળાને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. છોકરી સતત ઉધરસ કરતી રહી. આ જોઈને પરિવારના સભ્યો ડરી ગયા.

જાન  એ જ દિવસે સાંજે આવવાની હતી..
છોકરીના એલિમેન્ટરી કેનાલમાં ઢોકળા ફસાઈ ગયા હતા. જે બાદ પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા. તબીબોએ પણ ઘણી કોશિશ કરી પરંતુ સારવાર દરમિયાન છોકરીનું હોસ્પિટલમાં મોત થયું હતું. છોકરીના લગ્ન તે જ દિવસે સાંજે હતા અને પુણેથી જાન  આવવાની હતી. પરંતુ આ દુ:ખદ સમાચાર સાંભળીને વરરાજા નાગપુરથી પુણે પરત ફર્યા. રાત્રે જે ઘરમાં લગ્ન ગીતો ગવાના હતા ત્યાં હવે મળશિયા  ગવાઇ રહ્યા હતા. ખુશીનું વાતાવરણ માતમ છવાઈ જશે તેની કોઈને કલ્પના પણ નહોતી. તમને જણાવી દઈએ કે પરણીતાએ MBBSની ડિગ્રી લીધી હતી અને તે મુંબઈમાં નોકરી કરતી હતી.