Movie Masala/ મહાશિવરાત્રિના દિવસે સામે આવી આદિપુરુષની રિલીઝ ડેટ, આ દિવસે જોવા મળશે પ્રભાસ-સૈફ અલી ખાનની ફિલ્મ

આદિપુરુષને અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક તરીકે ગણવામાં આવે છે. ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામના રોલમાં જોવા મળશે જ્યારે સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં જોવા મળશે.

Entertainment
આદિપુરુષની

આજે એટલે કે 1 માર્ચે મહાશિવરાત્રી છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર, દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝની જાહેરાત કરી છે. નિર્દેશક ઓમ રાઉતે પોતાના ટ્વિટર પર ફિલ્મ આદિપુરુષની રિલીઝ ડેટ શેર કરતા કહ્યું કે આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2023ના રોજ સિલ્વર સ્ક્રીન પર 3Dમાં રિલીઝ થશે. આવી સ્થિતિમાં, આ વર્ષે ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહેલા ચાહકોને આંચકો લાગ્યો છે. આદિપુરુષ ફિલ્મ આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને કારણે મેકર્સે રિલીઝ ડેટ બદલવાનો નિર્ણય કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસની આ ફિલ્મનું બજેટ 350 થી 400 કરોડ રૂપિયાની વચ્ચે છે.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આદિપુરુષને અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક તરીકે ગણવામાં આવે છે. ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામના રોલમાં જોવા મળશે જ્યારે સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં જોવા મળશે. કૃતિ સેનન આ મહાકાવ્યમાં સીતાનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે અજય દેવગનને ફિલ્મમાં લંકેશનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો પરંતુ તે કોઈ નેગેટિવ પાત્ર ભજવવા  માંગતા ન હતા. તેણે રાવણનું પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી અને ઓમ રાઉતની રામાયણ  આધારિત આદિપુરુષમાં રામની ભૂમિકા ભજવવા માટે વધુ ઉત્સુક હતા. હવે અહેવાલ છે કે તે આ ફિલ્મમાં   ભગવાન શિવની ભૂમિકા ભજવી રહ્યો છે.

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, પ્રભાસે ફિલ્મ આદિપુરુષ માટે 150 કરોડથી વધુ ફી લીધી છે. પ્રભાસના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે પૂજા હેગડેની સાથે રાધે શ્યામ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના દિગ્દર્શક કેકે રાધાકૃષ્ણ કુમાર છે.

સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આદિપુરુષ સિવાય તે વિક્રમ વેધા ફિલ્મમાં જોવા મળશે. તે 2017ની એક્શન થ્રિલર ફિલ્મ વિક્રમ વેધાની રિમેક છે. આ ફિલ્મમાં સૈફ એક કોપના રોલમાં અને રિતિક રોશન ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

આ પણ વાંચો :કચ્ચા બાદામ ફેમ ભુબન બાદાયકરનો અકસ્માત, હોસ્પિટલમાં ચલી રહી છે સારવાર

આ પણ વાંચો :દીપિકા પાદુકોણને 18 વર્ષની ઉંમરે મળી હતી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની સલાહ,જાણો શું કહ્યું

આ પણ વાંચો :શું ફરી બગડી અમિતાભ બચ્ચનની તબિયત, લખી એવી વાત કે બિગ બીના ચાહકો થયા ચિંતિત

આ પણ વાંચો : આ દિવસે રિલીઝ થશે કંગના રનૌતની ધાકડ, એક્શન સીનમાં ખર્ચ્યા 25 કરોડ