સુરત/ ઉત્તરાયણના દિવસે પિતાએ ફ્રેન્ડ સાથે જવાની ના પાડતા કિશોરીએ કર્યો આપઘાત

શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં એક 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઇ છે.

Gujarat Surat
આપઘાત
  • સુરતમાં 14 વર્ષિય કિશોરીએ કર્યો આપઘાત
  • ઘરમાં ગળે ફાસો ખાઈને કર્યો કિશોરીએ આપઘાત
  • પિતાએ ફ્રેન્ડ સાથે જવાની ના પાડતા આપઘાત કર્યો
  • ઉત્તરાયણને લઇને ફ્રેન્ડ સાથે જવાની ના પાડી હતી
  • પિતાએ ઠપકો આપતા કર્યો આપઘાત
  • કિશોરી આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ

સુરતમાં એક બાજુએ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજીબાજુએ સતત એક પછી એક આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. સામન્ય બાબતે સુરતમાં યુવા પેઢી આપઘાત ની રસ્તો અપનવતી થઈ હોય તેવું લાગે છે. શહેરમાં ગઇકાલે લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા, તો તે જ સમયે એક પરિવાર માટે ઉતરાયણ કપરી બની હતી. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં એક 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઇ છે. બહેનપણીઓ સાથે ફરવા જવાની પરિવારે મનાઇ કરતા કિશોરીએ અંતિમ પગલું ભર્યું હતું.

આ પણ વાંચો :આમલી ડેમમાંથી મળ્યા વધુ ત્રણ મૃતદેહ, હજુ એકની શોધખોળ શરૂ

મૃતકના પિતાનું કહેવું છે કે પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો અને પુત્રીએ 10 મિનિટના સમયગાળામાં જ રૂમમાં જઈ આપઘાત કરી લીધો. પિતાનું કહેવું હતું કે કોરોના સંક્રમણ અને પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન થાય એ માટે ઘરમાં જ રહી ઉત્તરાયણની ઉજવણી કરવાનુ તેમની દીકરીને કહ્યુ હતું પરંતુ તેને ખોટું લાગી જતા તેણે આત્મહત્યા કરી હતી. મૃતકના પિતાનું કહેવું છે કે પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો અને પુત્રીએ 10 મિનિટના સમયગાળામાં જ રૂમમાં જઈ આપઘાત કરી લીધો હતો. મૃતક ત્રણ સંતાનોમાં સૌથી નાની દીકરી હતી.

આ પણ વાંચો :હળવદથી માળીયા જતા નવદંપતિની કાર કેનાલમાં ખાબકી, પરિણીતાનો મળ્યો મૃતદેહ

રાજકોટ

રાજકોટમાં પતંગ લૂંટવા જતા એક તરુણે જીવ ગુમાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર શહેરમા પતંગ લૂંટવા જતા એક તરુણનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ પાસે પતંગ લૂંટવા જતા એક તરૂણનું ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અતુલ સ્ટેશના રેલ્વે ટ્રેક પર રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર

આ પણ વાંચો : પોરબંદરમાં બે જૂથ હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

આ પણ વાંચો :રાજ્યમાં દોરીથી 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત, સૌથી વધુ અમદાવાદમાં ગળા કાપની ઘટના