Not Set/ બિન સચિવાલય પરીક્ષા મુદ્દે શંકરસિંહ વાઘેલા પહોચ્યાં વિદ્યાર્થીઓની વ્હારે, કહ્યું – ઝુકાનેવાલે હો તો સરકાર કે બાપ કો ભી ઝૂકના પડેગા, લોકશાહી છે

24 કલાક થી વધુ સમય થી આંદોલન કારીઓ રસ્તા પર આશીત વોરા હાય હાયની નારેબાજી છેલ્લા 24 કલાકથી ગાંધીનગર ખાતે ધારણા પર બેઠેલા બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારોની વ્હારે એક પછી એક નેતા આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે પરીક્ષામાં ચોરી થતા CCTV ફૂટેજનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આ મહેનતકસ વિધાર્થીઓ લડી લેવામાં […]

Top Stories Gujarat
શંકરસિંહ બિન સચિવાલય પરીક્ષા મુદ્દે શંકરસિંહ વાઘેલા પહોચ્યાં વિદ્યાર્થીઓની વ્હારે, કહ્યું - ઝુકાનેવાલે હો તો સરકાર કે બાપ કો ભી ઝૂકના પડેગા, લોકશાહી છે

24 કલાક થી વધુ સમય થી આંદોલન કારીઓ રસ્તા પર

આશીત વોરા હાય હાયની નારેબાજી

છેલ્લા 24 કલાકથી ગાંધીનગર ખાતે ધારણા પર બેઠેલા બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારોની વ્હારે એક પછી એક નેતા આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે પરીક્ષામાં ચોરી થતા CCTV ફૂટેજનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આ મહેનતકસ વિધાર્થીઓ લડી લેવામાં મૂડમાં છે. ગઈ કાલે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ આ વિદ્યાર્થીઓને વ્હારે દોડી આવ્યા હતા. તો આજે NCP નેતા શંકરસિંહ બાપુ આ ઉમેદવારોને વ્હારે દોડી આવ્યા છે.

બાપુએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, જેનું ભવિષ્ય સંકળાયેલું છે તેવા વિદ્યાર્થીઓના માં-બાપ બની સરકારે આ વિદ્યાર્થીઓની મંગની ને હકારાત્મક પ્રતિકાર આપવો જોઈએ. જો JNU માં પણ વિદ્યાર્થી oni લાગણી ને માન આપીને ફી વધારો પાછો લેવો પડ્યો હતો. ઝુકાનેવાલે હો તો સરકાર કે બાપ કો ભી ઝૂકના પડેગા, લોકશાહી છે

લોકશાહી છે દરેક ને પોતાની વાત કહેવાનો અધિકાર છે. પોલીસ દમન ના થવું જોઈએ. ટીયર ગેસ કે મારપીટ નાં થવી જોઈએ. લોકશાહીમાં દરેક ને પોતાની વાત રજુ કરવાનો અધિકાર છે.  હું ઉમેદવારો વતી મુખ્યમંત્રી અને રાજ્યપાલ ને ફોન કરીશ. લોકશાહીમાં સરકારે ઉમેદવારોની વાત સાંભળવી જ પડશે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ નમાલા લોકો નું કામ નથી. આ મરદો નું કામ છે. હું તમારી સાથે છું. તમારી ન્યાયની લડતમાં છું. લોકશાહી માં લોકો ની વાત સરકારે સાંભળવી પડે. સરકારમાં અને રાજ્યપાલ ને તમારા વતી રજુઆત કરીશ. આજે હું આ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ ને ફોન કરી ને વાત કરીશ. આ લાખો પરિવારના ભવિષ્યનો સવાલ છે. તમેં કોના રાજ માં જીવો છો એ સમજી લો. તમે જે ગુમાવ્યું છે તેનાથી વધારે શુ ગુમાવશો. હું તમારી વાત સમજુ છું. હું તમારી લડત માં ભાગીદાર છું.

આહીં વિદ્યાર્થીઓ દ્વારા ‘રદ કરો રદ કરો બિન સચિવાલય રદ કરો’, ‘આશીત વોરા હાય હાય’, ‘જય ભવાની ભાજપ જવાની’, ‘ વી વોન્ટ જસ્ટિસ’ ના નારા લગાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.