Gujarat Election/ ગુજરાત ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઓવૈસી સ્ટેજ પર જ રડવા લાગ્યા, જાણો શું છે મામલો?

વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે, યા અલ્લાહ સાબીરને MLA બનાવી દે.. જેથી આપણે આપણા જીવનમાં ફરી કોઈ બિલ્કીસ ન જોવા મળે. અલ્લાહ સાબીરને સફળ કરી દે… અલ્લાહ જેથી આપણે…

Top Stories Gujarat
Asaduddin Owaisi Cry

Asaduddin Owaisi Cry: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર શનિવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થયો હતો. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અલ્લાહના નામ પર વોટ માગતા જોવા મળ્યા હતા. શનિવારે જમાલપુરમાં સભાને સંબોધિત કરતી વખતે ઓવૈસી ભાવુક થઈ ગયા હતા અને મંચ પર જ રડી પડ્યા હતા. ઓવૈસીએ જીત માટે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે AIMIM જીતવી જોઈએ જેથી કરીને ફરી કોઈ બિલકિસ ન બને. ઓવૈસીની ભાવનાત્મક અપીલનો વીડિયો પણ સામે આવ્યો છે.

વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે, યા અલ્લાહ સાબીરને MLA બનાવી દે.. જેથી આપણે આપણા જીવનમાં ફરી કોઈ બિલ્કીસ ન જોવા મળે. અલ્લાહ સાબીરને સફળ કરી દે… અલ્લાહ જેથી આપણે આપણી દીકરીઓને આ રીતે લાચાર ન જોઈયે. ગુજરાતમાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 વિધાનસભા સીટો પર મતદાન થશે જેમાં 833 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 13 સીટો પર ચૂંટણી લડી રહી છે. ઓવૈસીએ ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીત અપાવવા માટે જોરદાર પ્રચાર કર્યો હતો. બીજા તબક્કામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયામાંથી), પાટીદાર નેતા હાર્દિક પટેલ (વિરમગામથી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના નેતા અલ્પેશ ઠાકોર (ગાંધીનગર દક્ષિણમાંથી) અગ્રણી ઉમેદવારો મેદાનમાં છે. હાર્દિક પટેલ અને ઠાકોર બંને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થયું હતું, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં સરેરાશ 63.31 ટકા મતદાન થયું હતું, જે ગત વખત કરતાં ઓછું હતું.

આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી વચ્ચે હોવાનું માનવામાં આવે છે. બીજા તબક્કાની 93 બેઠકો અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં ફેલાયેલી છે. આ વિધાનસભા ક્ષેત્રોમાં 2.54 કરોડ નોંધાયેલા મતદારો છે. 26,409 મતદાન મથકો પર મતદાન થશે અને લગભગ 36,000 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો: gujrat election/AAP અને ભાજપના આ ઉમેદવાર સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ..