PM Birthday/ PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રાથમિક શાળામાં 100 કરતા વધારે લોકોએ કર્યો અંગદાનનો સંકલ્પ

સુરતમાં અંગદાનના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતની નગર પ્રાથમિક સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં 100 કરતાં વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો.

Top Stories Gujarat Surat Breaking News
jm5 1 PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રાથમિક શાળામાં 100 કરતા વધારે લોકોએ કર્યો અંગદાનનો સંકલ્પ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દેશમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં અંગદાનના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતની નગર પ્રાથમિક સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં 100 કરતાં વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દેશમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં અંગદાનના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતની નગર પ્રાથમિક સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં 100 કરતાં વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..આ કાર્યક્રમમાં ભાજપના કોર્પોરેટર કેયુર ચપટવાલા અને સુરત નવી સિવિલ હોસ્પિટલના પ્રોફેસર ડોક્ટર પારુલ વડગામા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં 100 કરતા વધારે લોકોએ ઉપસ્થિત રહીને મૃત્યુ બાદ અંગદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.

મહત્વની વાત છે કે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાનને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે ખૂબ જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ સંસ્થાઓ સાથે ભળીને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકો અંગદાન પ્રત્યે જાગૃત થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ડોક્ટર પારુલ વડગામા દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતું કે, વ્યક્તિ મૃત્યુ બાદ તો તેના અંગોનું દાન કરે તો એક વ્યક્તિ છથી સાત લોકોને નવું જીવન આપી શકે છે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે શહેરની અલગ અલગ શાળા અને કોલેજોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવશે.

PM Birthday / જામનગર ખાતે ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્નીએ અનોખી રીતે ઉજવ્યો PM મોદીનો જન્મદિવસ