Not Set/ “પદ્માવતી”ના વિરોધમાં અભિનેત્રી દીપિકા પર ૧૦ કરોડનું ઇનામ રાખનાર બીજેપી નેતાએ આપ્યું રાજીનામું

નિર્દેશક સંજયલીલા ભંસાલી દ્વારા નિર્મિત ફિલ્મ “પદ્માવતી” ને લઇ દેશભરમાં વિરોધનું વંટોળ જોવા મળી રહ્યું છે. દેશભરના રાજ્યોમાં ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા કરવા બદલ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમજ ફિલ્મના રીલીઝ પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. ત્યારે આ ફિલ્મના વિરોધમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ અને સંજયલીલા ભંસાલી માથું કાપી  લાવનારને ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરનાર બીજેપી હરિયાણામાં […]

Top Stories
179426 suraj pal amu "પદ્માવતી"ના વિરોધમાં અભિનેત્રી દીપિકા પર ૧૦ કરોડનું ઇનામ રાખનાર બીજેપી નેતાએ આપ્યું રાજીનામું

નિર્દેશક સંજયલીલા ભંસાલી દ્વારા નિર્મિત ફિલ્મ “પદ્માવતી” ને લઇ દેશભરમાં વિરોધનું વંટોળ જોવા મળી રહ્યું છે. દેશભરના રાજ્યોમાં ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા કરવા બદલ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમજ ફિલ્મના રીલીઝ પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. ત્યારે આ ફિલ્મના વિરોધમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ અને સંજયલીલા ભંસાલી માથું કાપી  લાવનારને ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરનાર બીજેપી હરિયાણામાં ચીફ મીડિયા કો-ઓર્ડીનેટર સુરજપાલ અમ્મુએ રાજીનામું જાહેર કર્યું છે.

રાજીનામાં બાદ બીજેપીએ સીએમ મનોહરલાલ ખટ્ટર પર ગુસ્સો ઠાલવ્યો હતો. સીએમ ખટ્ટરઅંગે જણાવતા સુરજપાલ અમ્મુએ જણાવ્યું, હું હરિયાણાના સીએમના વ્યવહારથી દુ:ખી છું. મેં આટલા ગમંડી સીએમ કડી પણ જોયા નથી, જેઓને પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ અને સમુદાયના પ્રતિનિધિઓની કોઈ પરવાહ નથી.

બીજેપી નેતા અમ્મુએ પદ પરથી રાજીનામું આપ્યા પછી એક  ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમા જણાવ્યું કે, “મારી હવે ઈચ્છા છે કે, હું લાલ ચોક પર ફારુખ અબ્દુલાને ઝાપટ મારું. હું તેને ત્યાં મળવા માટે ચેલેન્જ કરું છું”.