Not Set/ પ્રવીણ તોગડીયાના ઉપવાસના બીજા દિવસે તેમની તબિયત સ્થિર, ઉપવાસ જારી

વિશ્વ હિંદુ પરિષદમાંથી બહાર કાઢ્યા બાદ માહોલ ગરમાયો છે, પ્રવીણ તોગડીયાએ પ્રધાનમંત્રીનો વિરોધ કરતા પાલડી સ્થિત વણિકર ભવન ખાતે મંગળવારે ઉપવાસ પર ઉતર્યા છે. તોગડીયાના ઉપવાસનો બીજો દિવસ શુષ્ક રહ્યો હતો. ઉપવાસ પર ઉતારેલા પ્રવીણ તોગડીયાએ પોતાના શરૂઆતી ભાષણમાં મોદી સરકાર પર આક્ર પ્રહારો કર્યા હતા. પરંતુ એ પછી આજે ઉપવાસ સ્થળનો માહોલ ‘ઠંડો’ રહ્યો […]

Top Stories Gujarat
678574 modi l fven 1 પ્રવીણ તોગડીયાના ઉપવાસના બીજા દિવસે તેમની તબિયત સ્થિર, ઉપવાસ જારી

વિશ્વ હિંદુ પરિષદમાંથી બહાર કાઢ્યા બાદ માહોલ ગરમાયો છે, પ્રવીણ તોગડીયાએ પ્રધાનમંત્રીનો વિરોધ કરતા પાલડી સ્થિત વણિકર ભવન ખાતે મંગળવારે ઉપવાસ પર ઉતર્યા છે. તોગડીયાના ઉપવાસનો બીજો દિવસ શુષ્ક રહ્યો હતો.

ઉપવાસ પર ઉતારેલા પ્રવીણ તોગડીયાએ પોતાના શરૂઆતી ભાષણમાં મોદી સરકાર પર આક્ર પ્રહારો કર્યા હતા. પરંતુ એ પછી આજે ઉપવાસ સ્થળનો માહોલ ‘ઠંડો’ રહ્યો હતો.

આ દરમિયાન ડાયાબીટીસ અને બીપીથી પીડાતા ડોક્ટર પ્રવીણ તોગડિયાના ઉપવાસના બીજા દિવસે મેડીકલ ચેકઅપમાં તબિયત સ્થિર રહી હતી. તેમના ઉપવાસમાં તેમના અનુયાયીઓ અને શુભચિંતકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

પ્રવીણ તોગડીયાના ઉપવાસમાં તેમને મળવા માટે અનેક જાણીતા સાધુઓ નેતાઓ મળતા આવ્યા હતા. સુત્રો મુજબ આજ જાણ મળી છે કે આરએસએસ ના નેતાઓ ઉપવાસ દરમિયાન તેમને મળવા આવી શકે છે.