Viral Video/ લગ્નનાં સ્ટેજ પર દુલ્હને કર્યો ગજબ ડ્રામા, રમવા લાગી કબડ્ડી

આજે સમગ્ર દુનિયા તમારા હાથમાં એટલે કે સ્માર્ટફોનમાં આવી ગઇ છે. ઈન્ટરનેટ મારફતે લોકો હવે સોશિયલ મીડિયામાં અલગ-અલગ વીડિયો મુકતા હોય છે.

Videos
Funny વીડિયો

આજે સમગ્ર દુનિયા તમારા હાથમાં એટલે કે સ્માર્ટફોનમાં આવી ગઇ છે. ઈન્ટરનેટ મારફતે લોકો હવે સોશિયલ મીડિયામાં અલગ-અલગ Funny વીડિયો મુકતા હોય છે. ઘણીવાર અમુક વીડિયો એટલા ફની હોય છે કે તે વાયરલ થઇ જતા હોય છે.

આ પણ વાંચો – Viral Video/ જન્મ દિવસ પર એકલી કેક કાપી રહી હતી મહિલા, વીડિયો જોઇ તમારી આંખો ભીંજાઈ જશે

સોશિયલ મીડિયા Funny લગ્નનાં વીડિઓથી ભરપુર છે. ઘણીવાર લગ્નનાં Funny વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. એવા ઘણી વીડિયો છે જેને જોયા બાદા આપણે પેટ ભરીને હસીએ છીએ. આવો જ એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે માથું પકડીને કહેશો કે, દુલ્હન પણ આવું કરે ખરા? આ Funny વીડિયોમાં દુલ્હન તેની જયમાલા દરમ્યાન સ્ટેજ પર આશ્ચર્યજનક નાટક કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ખૂબ જ Funny છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને @aflatoon391 નામનાં પેજ પરથી ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન અને વરરાજા સ્ટેજ પર ઉભા છે અને વરરાજાનાં હાથમાં જયમાલા છે, જે તે દુલ્હન પહેરવા ઉભો છે. પરંતુ જેવો તે દુલ્હનને જયમાલા પહેરાવવા આગળ વધે છે, દુલ્હન સ્ટેજ પર દોડવાનું શરૂ કરી દે છે. આ નાટક લાંબા સમય સુધી ચાલે છે અને દોડતી વખતે વરરાજાની હાલત ખરાબ થઈ જાય છે. આખરે વરરાજા વહુને જયમાલા પહેરાવવામાં સફળ જાય છે.

આ પણ વાંચો – Viral Video/ પોતાના જ લગ્નમાં સુઇ ગયો આ વરરાજા, વીડિયો સોશિયલ મીડિયામાં થયો ટ્રેન્ડ

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે, તે સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ Funny વીડિયો જોઈને લોકો તેમની વિવિધ પ્રકારની રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે કઇ કન્યા સ્ટેજ પર આવી કબડ્ડી રમે છે. એક યુઝરે લખ્યું, ભાઈ, આટલી મહેનત કોણ કરે છે. બીજાએ લખ્યું, આ બહુ થઈ રહ્યું છે.