Ahmedabad/ અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી એક વાર ફરી ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી એક વાર ફરી ડ્રગ્સ ઝડપાયું છે. સાયબર ક્રાઈમે ડ્રગ્સના 37 પાર્સલ જપ્ત કર્યા છે. પોસ્ટ દ્વારા મંગાવાયેલો હાઈબ્રીડ ગાંજો સાયબર ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Breaking News

અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી એક વાર ફરી ડ્રગ્સ ઝડપાયું છે. સાયબર ક્રાઈમે ડ્રગ્સના 37 પાર્સલ જપ્ત કર્યા છે. પોસ્ટ દ્વારા મંગાવાયેલો હાઈબ્રીડ ગાંજો સાયબર ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

1 ફોરેનમાંથી ગાંજો મંગાવાની પેડલરોની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. આ વખતે વિવિધ માદક દ્રવ્યો એટલે કે ગાંજો કુકીસ ના પેકેટ, કિડ્સ ટ્રાવેલ એરબર્ડ, એર પ્યુરીફાયર, સોફ્ટ toys, બાળકોના રમકડા, ચોકલેટ, જેન્ટ્સ લેડીઝ ડ્રેસ, બ્લુટુથ સ્પીકર, લેડીઝ ફુટવેર વિગેરેના પાર્સલ માંથી સંતાડેલા મળી આવ્યા છે. સાયબર ક્રાઇમને મળેલી બાતમીના આધારે ફોરેન પોસ્ટ ઓફિસ વિભાગમાં તપાસ કરી હતી અને તે દરમિયાન મોટે પાયે ફોરેનથી હાઇબ્રીડ ગાંજા ની આયાતના રેકેટનો પર્દાફાશ થયો છે.

સાયબર ક્રાઇમ ના અધિકારીઓને માહિતી મળી હતી કે કેટલાક પેડલર્સ દ્વારા સરહદ પારથી માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરી માટે ડાર્ક વેબ અને અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે જેથી અલગ અલગ ટીમો બનાવી અને તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ઘણા એવા કુરિયર પાર્સલને અટકાવવામાં આવ્યા હતા તેમજ શંકાસ્પદ કુરિયરની તપાસ કરતા તેમાંથી 37 શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા છે. જેમાં વગર પાસ પરમિટ નો બિનઅધિકૃત હાઇ ક્વોલિટીનો હાઇબ્રીડ ગાંજાનો 5 કિલો 670 ગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા એક કરોડ 70 લાખ 10 હજારથી પણ વધુ થવા જાય છે.

વિવિધ રમકડા અને અલગ અલગ પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો ગાંજો વિદેશોમાંથી મંગાવવામાં આવતો હતો. જેમાં જે પાર્સલ મળી આવ્યા છે તે અમદાવાદ સુરત અમરાઈવાડી સેટેલાઈટ બોડકદેવ સોલા તેમજ વાપી રાજકોટ દમણ દીવ ના એડ્રેસ સાથેના છે અને આ તમામ પાર્સલ ફોરેન કન્ટ્રી માં સ્પેન થી 1, થાઇલેન્ડ થી 2, ગ્રેટ બ્રિટન થી 14, યુએસએ થી 10 અને કેનેડાથી 10 આવ્યા હતા. તમામ પાર્સલ ને કબજે લઈ અને સાઇબર ક્રાઇમે આ રેકેટનો પાછળ સંડોવાયેલા વિવિધ પેડલર્સ ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો