Cyber Attack/ દિલ્હી AIIMS પર હેકર્સે કર્યો સાયબર હુમલો,હોસ્પિટલે આપી માહિતી

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ફરી એકવાર સાયબર એટેકનો મામલો સામે આવ્યો છે. અખિલ ભારતીય સંસ્થા (AIIMS) તરફથી જ ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે

Top Stories India
1 1 1 દિલ્હી AIIMS પર હેકર્સે કર્યો સાયબર હુમલો,હોસ્પિટલે આપી માહિતી

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ફરી એકવાર સાયબર એટેકનો મામલો સામે આવ્યો છે. અખિલ ભારતીય સંસ્થા (AIIMS) તરફથી જ ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે મંગળવારે બપોરે 3 વાગ્યે નવી દિલ્હીની AIIMS ખાતે સાયબર સિક્યુરિટી સિસ્ટમ દ્વારા માલવેર એટેકની જાણ કરવામાં આવી હતી. જો કે, સાયબર હુમલાના આ પ્રયાસને સંપૂર્ણપણે નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે હેકર્સે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પર સાઈબર એટેક કર્યો હોય. આ પહેલા પણ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. નવેમ્બર 2022માં પણ હોસ્પિટલ પર રેન્સમવેર એટેક નામનો સાયબર એટેક થયો હતો. જેના કારણે દર્દીઓને ઘણા દિવસો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા સર્વર ખોરવાયા હતા.

ગયા વર્ષે થયેલા સાયબર હુમલાને કારણે હોસ્પિટલની રોજીંદી કામગીરી જેવી કે એપોઇન્ટમેન્ટ, દર્દીઓની નોંધણી, ડિસ્ચાર્જ સ્લિપ અંગેની માહિતી વગેરેને ભારે અસર થઇ છે. મામલો એટલો મોટો હતો કે દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રાલયના પ્રતિનિધિઓ તપાસમાં લાગી ગયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે હોંગકોંગના બે ઈ-મેલ આઈડી પરથી એઈમ્સના સર્વર પર સાયબર એટેક થયો હતો. આ હુમલામાં ચીનની ભૂમિકા સામે આવી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) દ્વારા આ વાત બહાર આવી છે.