Political/ પંજાબમાં એકવાર ફરી All is not Well, કેપ્ટન રમી શકે છે મોટો દાવ

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલપાથલ બાદ હવે એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ જલ્દી જ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે.

Top Stories India
11 8 પંજાબમાં એકવાર ફરી All is not Well, કેપ્ટન રમી શકે છે મોટો દાવ

દેશમાં રાજનીતિક પાર્ટીઓ રાજ્યનાં કેપ્ટન બદલવામાં વ્યસ્ત દેખાઇ રહી છે. થોડા દિવસ પહેલા કથિત રીતે ગુજરાતમાં વિજય રૂપાણીને રાજીનામું આપવા માટે મજબૂર કરવામા આવ્યા હતા, બાદમાં તેમની જગ્યાએ ભુપેન્દ્ર પટેલ ગુજરાતનાં નવા CM બન્યા. તાજેતરમાં પંજાબમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયુ હતુ.

11 9 પંજાબમાં એકવાર ફરી All is not Well, કેપ્ટન રમી શકે છે મોટો દાવ

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી ભડકો, સામાન્ય નાગરિકને સતત મોંધવારીનો માર

આપને જણાવી દઇએ કે, પંજાબમાં એકવાર ફરી All is not Well જેવી સ્થિતિનું નિર્માણ થયુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલપાથલ બાદ હવે એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ જલ્દી જ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. હવે સમાચાર આવી રહ્યા છે કે, તે ટૂંક સમયમાં નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે કેપ્ટન આગામી 15 દિવસમાં મોટો નિર્ણય લઈ શકે છે. તાજેતરમાં અમરિંદર સિંહે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને NSA અજિત ડોભાલ સાથે બેઠક કરી હતી. કેપ્ટને સ્પષ્ટ કરી દીધું છે કે તે ભાજપમાં જવાનો નથી. જોકે, તેમણે કહ્યું કે, તેમનો ઉદ્દેશ ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસનાં એક ડઝનથી વધુ નેતાઓ કેપ્ટન સાથે સંપર્કમાં છે. કેપ્ટને સ્પષ્ટ કરી દીધું છે કે તે જે પણ નિર્ણય લેશે, તે તેના સમર્થકો સાથે વાતચીત બાદ લેશે. ટૂંક સમયમાં તે કેટલાક ખેડૂત નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવવા અને તેમને કોંગ્રેસ છોડવા મજબૂર કરવા પાછળ નવજોત સિંહ સિદ્ધુનો સૌથી મોટો હાથ છે. કેપ્ટને સ્પષ્ટ કહ્યું છે કે, સિદ્ધુને રોકવા માટે તે કંઈ પણ કરવા તૈયાર છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં સિદ્ધુનું કદ પણ નબળું પડ્યું છે. આવી સ્થિતિમાં કેપ્ટન પોતાના જૂના સાથીઓને એક કરીને નવા સમીકરણો બનાવવામાં વ્યસ્ત છે.

11 10 પંજાબમાં એકવાર ફરી All is not Well, કેપ્ટન રમી શકે છે મોટો દાવ

આ પણ વાંચો – નવા નિયમો / ચેક બુકથી લઇને પેન્શન સુધી આજે બદલાઇ જશે નિયમ, જાણો કયા થશે ફેરફાર

એક અહેવાલ મુજબ, કેપ્ટનનાં નજીકનાં સાથીએ જણાવ્યું કે, પંજાબમાં ભાજપનો મજબૂત આધાર નથી, તેમણે કહ્યું કે, તેઓ પક્ષની રચનાના માર્ગ પર છે અને પંજાબ કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિને જોતા કેટલાક નેતાઓ તેની સાથે જોડાવાની અપેક્ષા છે. અહીં ચૂંટણી પછીનું જોડાણ થઈ શકે છે. જો નવો પક્ષ 40 બેઠકો પણ જીતે તો રાજકીય સમીકરણો બદલાઈ જશે. તૂટેલો જનાદેશ રાષ્ટ્રપતિ શાસન તરફ દોરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમરિંદર સિંહ સમર્થકો સાથે ચર્ચા કરી રહ્યા છે. તે ટૂંક સમયમાં કેટલાક ખેડૂત નેતાઓને પણ મળી શકે છે. તે પછી તેઓ નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસનાં ઘણા ધારાસભ્યો અને નેતાઓ અમરિંદરનાં સમર્થનમાં છે. તેઓ કેપ્ટનનાં નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ કર્યું કે, તેઓ કોંગ્રેસમાં નહીં રહે. એટલે કે, ટૂંક સમયમાં તે પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. કેપ્ટને 18 સપ્ટેમ્બરે પંજાબનાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. પંજાબ કોંગ્રેસનાં 40 ધારાસભ્યોએ તેમની સામે મોરચો ખોલ્યો હતો. કેપ્ટન સાડા 9 વર્ષ સુધી પંજાબનાં મુખ્યમંત્રી રહ્યા છે. તેમની 5 દાયકાની રાજકીય કારકિર્દી રહી છે.