paper leak scam/ રાજ્યમાં વધુ એકવાર થયું પેપરલીક, ધો. 10 અને 12ની પ્રિલિમિ પરીક્ષાનું યુટ્યુબ પર થયું લીક

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક પેપરલીક કાંડ સામે આવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક પેપરલીક થયું હોવાનું સામે આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
પેપરલીક
  • રાજ્યના શિક્ષણ જગતને મોટા સમાચાર
  • ધો. 10 અને 12ની પ્રિલિમિ પરીક્ષાનું પેપર લીક
  • યુ-ટ્યૂબ પર પરીક્ષાના પેપર થયા લીક
  • બે દિવસ અગાઉ સો.મિડીયામાં પેપર લીક

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક પેપરલીક કાંડ સામે આવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક પેપરલીક થયું હોવાનું સામે આવ્યું છે. ધો. 10-12ની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપરલીક થયું હોવાનું સામે આવ્યું છે. આ પેપર યુટ્યૂબ પર લીક થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જણાવીએ કે યુટ્યુબ પર પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં અવાયો છે.

આ પણ વાંચો :વટવા ગામમાં હિંસક જૂથ અથડામણમાં 15 ઘાયલ, ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ

ઉલ્લેખનિય છે કે નવનિત પ્રકાશનમાં આ ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાના પેપર છપાય છે. જેમાં શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં ભારે ચકચાર મચી છે. જો નવનિત પ્રકાશનમાં પરીક્ષાનું પેપર છપાય છે તો તે પણ આ પેપર લીકમાં જવાબદાર હોઇ શકે છે. જેમાં ધો.10 અને 12ના પ્રીલિમના પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ચર્ચા જાગી છે. હવે તો તમામ પેપર આ રીતે જ લીક થતા હોય તો પરીક્ષામાં મહેનત કરવાનો કોઇ મતલબ નથી.

આ પણ વાંચો :કોંગ્રેસથી લોકો કંટાળી ગયા છે..જયરાજસિંહ તેનું ઉદાહરણ છે અમે તેમને ભાજપમાં આવકારીએ છીએઃહિતુ કનોડિયા

યુટ્યુબ પર પેપર લીક કરાયાનો આરોપ લગાવતા જણાવ્યું છે કે બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પેપર લીક થયા છે. જેમાં સંપૂર્ણ સોલ્વ પેપર વીડિયો સાથે અપલોડ કરવામાં આવ્યો છે. તથા નવનીત પ્રકાશનમાં પેપર છપાય છે તો તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. તેથી હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર, શાળા કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન

આ પણ વાંચો : સદરની જેનીસ પેલેસ હોટેલમાંથી રૂ.40 લાખની વીજ ચોરી પકડાઈ