સુરેન્દ્રનગર/ ચોટીલા થાન રોડ પર નાવાના વળાંક પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું

રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. બેફામ રીતે વાહન હંકારતા વાહન ચાલકોના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે.

Gujarat
Untitled 43 8 ચોટીલા થાન રોડ પર નાવાના વળાંક પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું

સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઇ રહી છે. ત્યારે અવાર-નવાર અકસ્માતના બેદરકારીભર્યા કિસ્સા પણ સામે આવતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી પોલીસની કામગીરી ઉપર અનેક પ્રકારે સવાલો ઊભા થતાં હોય છે.

ત્યારે સુરેન્દ્રનગરથી ચોટીલા જવાના નાવાના વળાંક પાસે ગઈ કાલે મોડી સાંજે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં ઘટના સ્થળે જ એક યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. અને અન્ય પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે. ત્યારે આ મામલે તમામ ઇજાગ્રસ્તોને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અને એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

તેને પી.એમ.અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ડેડબોડી ખસેડવામાં આવી છે. ત્યારે હાલમાં મૃત્યુ પામનારા યુવકનું પી.એમ. કરાવી અને તેના માદરે વતન પણ મૃતદેહ લઈ જવામાં આવ્યો છે અને અગ્નિસંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે. અને અન્ય જે લોકો પાંચ ઇજાગ્રસ્તો છે તેમને પણ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે.

રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. બેફામ રીતે વાહન હંકારતા વાહન ચાલકોના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે.સુરેન્દ્રનગર જિલ્લાનો ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર અકસ્માતના બનાવો થમવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર સર્જાયો છે. ધ્રાંગધ્રા હાઈવે પર હરીપર ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર દંપત્તિને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક સવાર દંપત્તિને ગંભીર ઈજા પહોંચી હતી.આ અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત દંપત્તિને સારવાર અર્થે 108 એમ્બુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.