National/ મરુધરાની ધરતી પર ફરકાવાશે દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ, 15 જાન્યુઆરીએ જેસલમેરમાં થશે ધ્વજવંદન

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ દરમિયાન ભારતીય સેનાએ લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઈ પર 76 ફૂટ ઊંચો ધ્વજ ફરકાવ્યો હતો.

India
Untitled 43 6 મરુધરાની ધરતી પર ફરકાવાશે દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ, 15 જાન્યુઆરીએ જેસલમેરમાં થશે ધ્વજવંદન

દેશ ની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આર્મી વોર મ્યુઝિયમની નજીક એક પહાડીની ટોચ પર ખાદીથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ  ફરકાવવામાં આવશે. 15 જાન્યુઆરીએ આર્મી ડે પર225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો ધ્વજ ફરકાવવામાં આવશે, જેનું વજન લગભગ 1,000 કિલો છે. તમને જણાવી દઈએ કે ધ્વજ ખાદી ગ્રામોદ્યોગદ્વારા બનાવવામાં આવ્યો છે. 

આ ધ્વજ જેસલમેરમાં આર્મી સ્ટેશન પાસે જોધપુર નેશનલ હાઈવે પર એક પહાડી પર ફરકાવવામાં આવશે. ડઝનબંધ મજૂરો અને જેસીબી મશીનો ધ્વજ લગાવવામાં રોકાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે ધ્વજ 37,500 સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો છે. 

આ પણ વાંચો:મ્યાનમાર / મ્યાનમારના ભૂતપૂર્વ વડા આંગ સાન સૂ કીને ફરી 4 વર્ષની સજા

નોંધનીય છે કે અગાઉ 2 ઓક્ટોબર, 2021ના રોજ મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિના અવસરે ખાદીના કપડાથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લદ્દાખના લેહમાં ફરકાવ્યો હતો, જેનું વજન 1400 કિલો હતું અને તે 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો હતો. આ દરમિયાન લેહના લેફ્ટનન્ટ ગવર્નર આર કે માથુર અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હાજર હતા. 

આ સિવાય ગયા વર્ષે નવેમ્બરમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ દરમિયાન ભારતીય સેનાએ લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઈ પર 76 ફૂટ ઊંચો ધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજનું નિર્માણ ભારતીય સેના અને ફ્લેગ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ જણાવ્યું કે આ ધ્વજ સ્વતંત્રતાના અમૃત ઉત્સવ અંતર્ગત ફરકાવવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો:Electric Vehicles / દુનિયાની આ સેના કરશે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ