Political/ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં શશિ થરૂરને પોલિંગ એજન્ટ પણ ન મળ્યા, રાજસ્થાન સહિત MPમાં એક મત મેળવવો પણ મુશ્કેલ!

આ અધ્યક્ષ ચૂંટણી મામલે મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂર મુશકેલીનો સામનો કરી રહ્યા છે

Top Stories India
12 10 કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં શશિ થરૂરને પોલિંગ એજન્ટ પણ ન મળ્યા, રાજસ્થાન સહિત MPમાં એક મત મેળવવો પણ મુશ્કેલ!

આજે કોંગ્રેસ પ્રમુખપદ માટે મતદાન ચાલી રહ્યું છે ,આ અધ્યક્ષ ચૂંટણી મામલે મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂર મુશકેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા બધા રાજયમાં તેમને પોલિંગ એજન્ટ પણ માંડ માંડ મળ્યા છે.કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે આજે 24 વર્ષ બાદ મતદાન થઈ રહ્યું છે. આ પદ માટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે સીધો મુકાબલો છે. દેશભરમાં રાજ્ય કોંગ્રેસ સમિતિ ના કાર્યાલયોમાં 9 હજાર પ્રતિનિધિઓ  મતદાન કરી રહ્યા છે.કોંગ્રેસના દિગ્ગજ અને હાલના કાર્યકાલ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ મતદાન કર્યું છે.

વોટિંગ પહેલા શશિ થરૂર માટે ચૂંટણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. થરૂરને રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં પોલિંગ એજન્ટો મળ્યા ન હોવાને કારણે આવું કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે થરૂર માટે આ રાજ્યોમાં વોટ મેળવવો મુશ્કેલ છે. આ પછી પાર્ટીએ એક કાર્યકરને પોલિંગ એજન્ટ બનાવવાની લીલી ઝંડી આપી દીધી છે. કોંગ્રેસના બંધારણ મુજબ જે પ્રતિનિધિઓ મતદાન કરે છે તે જ પોલિંગ એજન્ટ છે.રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક મત પણ મેળવવા શશિ થરૂર માટે મુશ્કેલ છે.