ગુજરાત/ સુરતમાં ઝડપાયો વધુ એક લાંચિયો અધિકારી, ફૂડ લાયસન્સ કાઢી આપવા માંગી લાંચ

સુરતમાં ફૂડ લાઇસન્સ કાઢી આપવા માટે 45 હજારની લાંચ લેતા ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ વિભાગ નો ક્લાર્ક ACBના હાથે રંગે હાથ ઝડપાયા હતા.

Top Stories Gujarat Surat
Beginners guide to 3 1 સુરતમાં ઝડપાયો વધુ એક લાંચિયો અધિકારી, ફૂડ લાયસન્સ કાઢી આપવા માંગી લાંચ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં ફૂડ લાઇસન્સ કાઢી આપવા માટે 45 હજારની લાંચ લેતા ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ વિભાગનો ક્લાર્ક ACBના હાથે રંગે હાથ ઝડપાયા હતા. શાકભાજી વેચવા માટે ફૂડ લાઇસન્સ કાઢી આપવા માટે 45,000 ની માંગ કરવામાં આવી હતી હાલ ACB એ બંને ને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં અવારનવાર લાંચિયા અધિકારીઓ કોઈને કોઈ કામ કરવા માટે થઈને લોકો પાસેથી લાંચ લેતા હોય છે આવા લાંચિયા અધિકારીઓ સામે એસીબી સતત કામ કરતું રહે છે અને લોકો પાસેથી યેનકેન પ્રકારે લાંચ માંગતા અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરતું રહ્યું છે તેવામાં સુરત મહાનગરપાલિકા ના ફૂડ સેફટી ઓફિસર હેમેનકુમાર ગુણવંતરાય ગોહિલે શાકભાજી વેચવા માટે ફૂડ લાઇસન્સ કઢાવવા આવેલા વ્યક્તિ પાસેથી લાયસન્સ કાઢી આપવા માટે 45000 લાંચની માંગ કરી હતી.

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ નો ક્લાર્ક ગુલામ યાસીન નિસાર હુસેન શેખ ને આપી દેવા માટે જણાવ્યું હતું ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતો ન હતો જેથી તેમણે. ACBનો સંપર્ક કર્યો હતો અને ACB દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફરિયાદીએ લાંચના 45000 રૂપિયા ક્લાર્ક ગુલામ યાસીન નિશાર હુસેન શેખ ને આપ્યા હતા અને ત્યારેજ ACB ના હાથે ક્લાર્ક રંગેહાથ ઝડપાયો હતો.એટલું જ નહીં પરંતુ જેમણે લાંચ માંગી હતી તે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન કુમાર ગુણવંતરાય ગોહિલ ને પણ સ્થળ પરથી ઝડપી લેવાયા હતા બંને ઈસમોને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી ડિટેઈન કર્યા હતા.

હાલ ACB એ બંનેની પૂછપરછ હાથ ધરી છે મહત્વનું છે કે જેમ આ ફરિયાદી પાસેથી લાયસન્સ કાઢી આપવા માટે લાંચ માંગવામાં આવી હતી એવી જ રીતે અગાઉ કોઈ વ્યક્તિ પાસેથી લાંચ લીધી છે કે કેમ તે તમામ બાબતમાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણાના 2 મર્ડર કેસના નાસતા ફરતા આરોપીની ધરપકડ

આ પણ વાંચો: જુનાગઢ NSUI યુવા નેતાના અપહરણ-હત્યાના પ્રયાસના ગુનામાં ગણેશ ગોંડલની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાત ભાજપના સાંસદોને આજ સાંજ સુધીમાં દિલ્હી પંહોચવા હાઈકમાન્ડનો આદેશ, તમામ સાંસદો 9 જૂન સુધી રોકાશે