Girl Child Adoption/ રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાથી વધુ એક કિશોરીને વિદેશના દંપતીએ દત્તક લીધી

રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાથી વધુ એક કિશોરીને વિદેશના દંપતીએ દત્તક લીધી છે. 12 વર્ષની તન્મય નામની કિશોરીને મૂળ ભારતીય અમેરિકાના દંપતીએ દત્તક લીધી છે.

Rajkot Gujarat
દંપતીએ દત્તક

રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાથી વધુ એક કિશોરીને વિદેશના દંપતીએ દત્તક લીધી છે. 12 વર્ષની તન્મય નામની કિશોરીને મૂળ ભારતીય અમેરિકાના દંપતીએ દત્તક લીધી છે.કાઠિયાવાડ બાલાશ્રમમાથી 350 બાળકો વિદેશમાં દત્તક અપાયા છે.આ પછી એક શિવ નામનો બાળકને પણ વિદેશનું દંપતિ દત્તક લેશે.આ કિશોરીને તેના નવા માતાપિતા એ આહના શ્રીવાસ્તવ નામ આપ્યું છે. આ પહેલા કાઠીયાવાડ બાલાસ્રમમાંથી કુલ 700 બાળકોને અલગ અલગ માતા પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં કાઠીયાવાડ બાલાસરમમાંથી વિદેશમાં 350 જેટલા બાળકોને દત્તક લેવામાં આવ્યા છે.રાજકોટ પોલીસે જે બાળકીને દત્તક લીધી હતી તે ‘અંબા’ને પણ વિદેશી દંપતીએ થોડા દિવસ પહેલા દત્તક લીધી હતી. કાઠીયાવાડ બાલાશ્રમમાં દીકરી રડવા માંડી અને તમામ લોકો ઈમોશનલ થયા છે.

દીકરી એ કહ્યું આ લોકોએ મને મોટી કરી અને પોતાની દીકરી કરતા પણ સારી રીતે ભરણપોષણ કર્યું છે.ચોધાર આંસુએ કાઠીયાવાડ બલાશ્રમ માં દીકરી રડવા માંડી હતી.દીકરીએ કાઠીયાવાડ બાલાશ્રમમાં પોતાની યાદો પણ વાગોળી હતી. દીકરીને દતક લેનાર માતા – પિતા દ્વારા આહના શ્રીવાસ્તવ નવું નામ આપવામાં આવ્યું છે.

બાળકી છેલ્લા પાંચ વર્ષથી કાઠીયાવાડી આશ્રમમાં રહી અને અભ્યાસ કરતી હતી. દત્તક લેવામાં આવતા કિશોરી પણ ભાવુક થઈ હતી અને જણાવ્યું હતું કે આ આશ્રમમાં એક માતા પિતાની જેમ મારી કેર કરવામાં આવી છે.અને આજે મને આશ્રમે સારા એવા માતા-પિતા પણ શોધી આપ્યા છે.કિશોરીએ કાઠીયાવાડ બાલાશ્રમમાં પોતાની યાદો પણ વાગોળી હતી.

મૂળ ભારતીય અને યુપી બિહારના દંપતિ છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રહી જોબ કરતા ઉમેશ શ્રીવાસ્તવ જણાવ્યું હતું કે મારે સંતાનમાં એક દીકરો તો છે પરંતુ દીકરી વગર ઘર અધૂરું લાગે રહ્યું હતું. કેટલા સમયથી એક દીકરીને શોધી રહ્યા હતા ત્યારે અમને એક સારી એવી દીકરી મળી અને હવે અમારો પરિવાર પૂરો થયો હોય તેવું લાગે રહ્યું છે.

કાઠિયાવાડ બાલાશ્રમમાથી 350 બાળકો વિદેશમાં દત્તક અપાયા છે,આ પછી એક શિવ નામનો બાળકને પણ વિદેશનું દંપતિ દત્તક લેશે,આ કિશોરીને તેના નવા માતાપિતાએ આહના શ્રીવાસ્તવ નામ આપ્યું છે. આ પહેલા કાઠીયાવાડ બાલાસ્રમમાંથી કુલ 700 બાળકોને અલગ અલગ માતા પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે.તો વિદેશમાં 350 જેટલા બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા. રાજકોટ પોલીસે જે બાળકીને દત્તક લીધી હતી તે ‘અંબા’ને પણ વિદેશી દંપતીએ થોડા દિવસ પહેલા દત્તક લીધી હતી.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર