Not Set/ વિઘ્નહર્તા બાદ ફિલ્મ અંતિમનું વધુ એક સોંગ રિલીઝ, જુઓ સલમાન ખાનનો ભાંગડા ડાન્સ

અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ’ના પહેલા ગીત ‘વિઘ્નહર્તા’ પછી, ફિલ્મના નિર્માતાઓએ બહુપ્રતિક્ષિત ગીત ‘ભાઈ કા બર્થડે’ રિલીઝ કર્યું છે.

Entertainment
અંતિમ

સલમાન ખાન અને મહેશ માંજરેકરની ફિલ્મ ‘અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ’ના પહેલા ગીત ‘વિઘ્નહર્તા’ પછી, ફિલ્મના નિર્માતાઓએ બહુપ્રતિક્ષિત ગીત ‘ભાઈ કા બર્થડે’ રિલીઝ કર્યું છે. આયુષ શર્માના આકર્ષક ડાન્સ મૂવ્સ, સલમાન ખાનનો ભાંગડા ગીતને નેક્સ્ટ લેવલે લઈ જઈ રહ્યો છે!

આ પણ વાંચો : દબંગ ખાનના લગ્નને લઈને મહેશ માંજરેકરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- સલમાન એકલો…

વીડિયોમાં આયુષ ફિલ્મમાં તેના ભાઈ (ડોન)ના જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળે છે. ફિલ્મમાં  પોલીસની ભૂમિકા ભજવતો સલમાન ડાન્સ પાર્ટીમાં પ્રવેશ કરતી વખતે ભાંગડા પરફોર્મ કરતો જોવા મળે છે. ભલે તે થોડીક સેકન્ડ માટે છે, પણ સલમાન ખાનના ફેન્સ તેની એન્ટ્રીથી ખૂબ જ ખુશ થશે.

આ ગીત વિશે વાત કરતાં આયુષ શર્માએ કહ્યું, “ભાઈ કા બર્થડે એક ખૂબ જ વાસ્તવિક, દેશી લાગણી સાથેનું એક અદ્ભુત ગીત છે. મને તેનું શૂટિંગ કરવામાં ખૂબ જ આનંદ આવ્યો. ખાસ કરીને ડાન્સ સ્ટેપ્સ માટે, જે સંપૂર્ણ રીતે દેશી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ગીત સાથે આવે છે. ફિલ્મમાં એક ખૂબ જ રસપ્રદ ટ્વિસ્ટ, જે તેને વધુ રસપ્રદ બનાવે છે.”

આ પણ વાંચો : નવાઝુદ્દીન સિદ્દીકીએ OTT પ્લેટફોર્મને કહ્યું અલવિદા, કહ્યું- આ ધંધો બની ગયો છે…

ગીત હિતેશ મોડકે કમ્પોઝ કર્યું છે, બેકગ્રાઉન્ડ વોકલ્સ સાજિદ ખાને આપ્યું છે. ગીતની કોરિયોગ્રાફી મુદસ્સરે  કરી છે. આ પહેલીવાર છે જ્યારે સલમાન ખાન અને આયુષ સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મના ટ્રેલરે તેના તમામ ચાહકોને ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત કરી દીધા છે. મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત ‘અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ’ એ મરાઠી ફિલ્મ ‘મુલ્શી પેટર્ન’નું સત્તાવાર હિન્દી રૂપાંતરણ છે.

આ ફિલ્મ 26 નવેમ્બરે ઝી સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રિલીઝ થશે. જેમાં સલમાન ખાન અને આયુષ શર્મા વચ્ચે સ્પર્ધા જોવા મળશે. ફિલ્મની અભિનેત્રી મહિમા મકવાણા છે. ટીવી જગતમાં પોતાના શાનદાર અભિનયથી સૌના દિલ જીતનાર મહિમા મકવાણા હવે બોલિવૂડમાં પોતાની કારકિર્દીને નવી ઊંચાઈઓ આપવા માટે તૈયાર છે.

આ પણ વાંચો :આયુષ્માન ખુરાના-રકુલ પ્રીત સિંહની ડોક્ટર જી ની રિલીઝ ડેટ જાહેર, આ દિવસે જોઈ શકશો થિયેટરમાં

આ પણ વાંચો : દિવ્યા ભારતીના પિતાનું નિધન, છેલ્લી ઘડી સુધી તેમની સાથે રહ્યા સાજિદ નડિયાદવાલા

આ પણ વાંચો :RRR નો પહેલો વીડિયો આવ્યો સામે, આલિયા ભટ્ટ અને અજય દેવનગનું તેલુગુ મૂવીમાં ડેબ્યૂ