Surendranagar/ પાટડી-જેનાબાદ રોડ પર અકસ્માતમાં એકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનો માલવણ-પાટડી-જેનાબાદ-દસાડા- માર્ગ……..

Top Stories Gujarat Others Breaking News
Image 2024 06 09T141241.904 પાટડી-જેનાબાદ રોડ પર અકસ્માતમાં એકનું મોત

@પ્રિયકાંત ચાવડા 

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનો માલવણ-પાટડી-જેનાબાદ-દસાડા- માર્ગ પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર બે ટ્રક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો છે જેમાં ક્લિનરનું મોત નિપજ્યું છે.

WhatsApp Image 2024 06 09 at 1.19.47 PM 1 પાટડી-જેનાબાદ રોડ પર અકસ્માતમાં એકનું મોત

પાટડી થી દસાડા તરફ જતા માર્ગ પર માવસર નજીક રાજસ્થાન અને ઓડિસા પાસિંગના ટ્રક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકનો આગળ ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે તાત્કાલિક પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ક્લિનર ગંભીર ઈજાગ્રસ્ત હોવાનું જણાતા પ્રાથમિક સારવાર આપી તેમના વતન નજીક હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખાનગી વાહન મારફતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કમ નસીબે ક્લિનર ગંભીર ઈજાને પગલે મોતને ભેટ્યો હતો.

WhatsApp Image 2024 06 09 at 1.19.47 PM પાટડી-જેનાબાદ રોડ પર અકસ્માતમાં એકનું મોત

ઉલ્લેખનીય છે કે પાટડી-જેનાબાદ-દસાડા તથા માલવણ તથા માલવણ તરફ જતા માર્ગ પર છેલ્લા લાંબા સમયથી ભારે વાહનોનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે અકસ્માતમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા દોઢ માસમાં બેફામ ચાલતા ભારે વાહનોના કારણે સર્જાયેલ અકસ્માતમાં પાંચ જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે. રાજસ્થાન મોરબી ડેઇલી સર્વિસ ચાલતા વાહન ચાલકો ટોલટેક્સ બચાવવાના લોભે ગ્રામ્ય વિસ્તારના માર્ગમાંથી નીકળતા હોવાની વિગતો સામે આવી છે. આ બાબતે તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે જેથી અકસ્માતોની ઘટના પર અંકુશ લાવી શકાય તેવી માગ ઉઠવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના

આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?