Not Set/ વન પ્લસ 6T સ્માર્ટફોન, ભારતનાં આ 9 શહેરમાં કંપની ખોલશે પોપ-અપ સ્ટોર્સ

વન પ્લસ 6T ઓક્ટોબર ૩૦નાં ભારતમાં લોન્ચ થશે અને લોકો 2 નવેમ્બરથી આ સ્માર્ટફોનની ખરીદી કરી શકશે. ઓનલાઈન તમે આ ફોન માત્ર એમેઝોન પરથી જ ખરીદી શકશો. આ વર્ષે પણ વન પ્લસ કંપની પોપ –અપ સ્ટોર્સ ખોલવાની છે અને આ પોપ અપ સ્ટોર્સ ભારતનાં 9 શહેરોમાં ખુલશે. આ સ્ટોર્સ ટેમ્પરરી હશે. જે ગ્રાહકો આ સ્માર્ટફોન […]

Top Stories India Tech & Auto
OnePlus 6T વન પ્લસ 6T સ્માર્ટફોન, ભારતનાં આ 9 શહેરમાં કંપની ખોલશે પોપ-અપ સ્ટોર્સ

વન પ્લસ 6T ઓક્ટોબર ૩૦નાં ભારતમાં લોન્ચ થશે અને લોકો 2 નવેમ્બરથી આ સ્માર્ટફોનની ખરીદી કરી શકશે. ઓનલાઈન તમે આ ફોન માત્ર એમેઝોન પરથી જ ખરીદી શકશો. આ વર્ષે પણ વન પ્લસ કંપની પોપ –અપ સ્ટોર્સ ખોલવાની છે અને આ પોપ અપ સ્ટોર્સ ભારતનાં 9 શહેરોમાં ખુલશે. આ સ્ટોર્સ ટેમ્પરરી હશે. જે ગ્રાહકો આ સ્માર્ટફોન ખરીદવાની ઈચ્છા રાખતા હોય તેઓ આ પોપ અપ સ્ટોર્સ પર જઈને, ફોનને હાથમાં લઈને એનો અનુભવ લઇ શકે છે.

આ પોપ અપ સ્ટોર્સ ભારતનાં મુખ્ય શહેરોમાં બનાવવામાં આવશે. આ ફોનનું વેચાણ 2 નવેમ્બર,2018 નાં સવારે 11 વાગ્યાથી શરુ થશે. આ પોપ અપ સ્ટોર્સ મુંબઈમાં, દિલ્લીમાં બે જગ્યાએ શરુ કરવામાં આવશે. આ સિવાય ચેન્નઈ, કોલકત્તા, પુણે, હૈદરાબાદ, અમદાવાદમાં 3 નવેમ્બરે શરુ થશે જે સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

આ સ્ટોર્સ પર વહેલી વિઝીટ કરનારા લોકોને કંપની તરફથી આ ફોનનાં કવર અને બમ્પર્સ મળશે. આ ઉપરાંત વન પ્લસ સ્કેચબુક અને વન પ્લસનું ટી શર્ટ અને બેગ મળશે.