Not Set/ શરીર ઘટાડવું હોય તો રોજ આટલા લીટર પાણી પીવો

અમદાવાદ, એવું કહેવાય છે કે, જે વ્યક્તિ દિવસ દરમિયાન 8થી 9 ગ્લાસ પાણી પીવે છે તેનું સ્વાસ્થ્ય સારું રહે છે. પાણી એક એવું સરસ પીણું છે જે આપણા શરીરમાંથી ચરબીને ઓગાળી શકે છે. દરરોજ 4 લીટર પાણી પીવાથી મેટાબોલિઝ્મ સુધરે અને તે સારું રહે તો શરીર ઊર્જાવાન રહે છે. પાણી દ્વારા વજન ઘટાડવા માટે કેટલીક બાબતોને […]

Health & Fitness Lifestyle
kkap શરીર ઘટાડવું હોય તો રોજ આટલા લીટર પાણી પીવો

અમદાવાદ,

એવું કહેવાય છે કે, જે વ્યક્તિ દિવસ દરમિયાન 8થી 9 ગ્લાસ પાણી પીવે છે તેનું સ્વાસ્થ્ય સારું રહે છે. પાણી એક એવું સરસ પીણું છે જે આપણા શરીરમાંથી ચરબીને ઓગાળી શકે છે. દરરોજ 4 લીટર પાણી પીવાથી મેટાબોલિઝ્મ સુધરે અને તે સારું રહે તો શરીર ઊર્જાવાન રહે છે.

Related image

પાણી દ્વારા વજન ઘટાડવા માટે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેમાં વજન ઘટાડવા માટે પીવાના પાણીમાં નવશેકા પાણીની સાથે લીંબુ, મધ, તજ અને અન્ય કેટલીક વસ્તુઓને પણ ભેગી કરીને વજન ઘટાડી શકાય છે. રોજિંદી ડાયટમાં યોગ્ય પ્રમાણમાં પાણીનું સેવન કરવાથી શરીરમાંથી વધારાના ફેટની સાથે ટોક્સિન્સ પણ બહાર નિકળી જાય છે. જેથી હંમેશા સ્વસ્થ અને ફિટ રહો છો, તમારા શરીરમાં કોઈપણ પ્રકારના રોગો પણ પ્રવેશતા નથી.

Image result for water every day weight loss

આ ઉપરાંત જમતા પહેલાં 1 ગ્લાસ પાણી પીવાથી ભોજન દરમિયાન ઓછું ખવાય છે, જેથી વધારાનું ખવાતું નથી.  વધારે પડતુ ખાવાથી બચી જવાય છે અને ઓછું ખાવાથી શરીરમાં વધારાનું ફેટ અને કેલરી વધતી નથી. પાણી દ્વારા વજન ઘટાડવું હોય તો પેટને પાણીથી હમેશા ભરેલું રાખો જેના માટે આખા દિવસ દરમિયાન ચાર લીટર પાણી પીવું જરૂરી છે.

Related image

આ ઉપરાંત ભૂખ લાગે તે સમયે કોઈ હાઈ કેલેરીવાળા ખોરાક ખાવાની જગ્યાએ એક ગ્લાસ પાણી પી લેવું. જ્યારે ભૂખ લાગી હોય એક ગ્લાસ પાણી પીવાથી ભૂખ શાંત થઈ જાય છે. વજન ઘટાડવા માટેનો આ એક સારો રસ્તો છે.