Tech News/ OnePlus Nord 2T 5G ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ, જોવા મળશે અદભૂત ફિચર્સ

OnePlus Nord 2T 5G માં Android 12 બેઝ્ડ OxygenOS 12.1 આપવામાં આવશે. આ સિવાય 6.43 ઇંચની FHD + ડિસ્પ્લે આવશે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz છે અને તેની…

Trending Tech & Auto
OnePlus Nord Launched

OnePlus Nord Launched: OnePlus આગામી દિવસોમાં તેનો નવો સ્માર્ટફોન OnePlus Nord 2T 5G લોન્ચ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી આ સ્માર્ટફોનના સ્પેક્સ અને લોન્ચ ડેટ વિશેની માહિતી ફક્ત લીક દ્વારા જ સામે આવી રહી હતી, પરંતુ હવે કંપની તરફથી આ સ્માર્ટફોનના લોન્ચની પુષ્ટિ મળી છે. આવો જાણીએ આ ફોન વિશે બધું.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે OnePlus Nord 2T 5G આવનારા દિવસોમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. આ સ્માર્ટફોનનું લિસ્ટિંગ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર ભૂલથી અપલોડ થઈ ગયું હતું પરંતુ પછી તેને હટાવી દેવામાં આવ્યું હતું. તેના પરથી જાણવા મળે છે કે આ ફોન જુલાઈમાં લોન્ચ થશે. લીક્સ અનુસાર, આ ફોન જુલાઈના પહેલા દિવસે એટલે કે 1 જુલાઈએ સાંજે 7 વાગ્યે રજૂ કરવામાં આવશે.

OnePlus એ સ્માર્ટફોનના સ્પેક્સ 

OnePlus Nord 2T 5G માં Android 12 બેઝ્ડ OxygenOS 12.1 આપવામાં આવશે. આ સિવાય 6.43 ઇંચની FHD + ડિસ્પ્લે આવશે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz છે અને તેની સાથે HDR10+ માટે સપોર્ટ છે. ડિસ્પ્લે પર ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન જોવા મળશે.

મીડિયાટેક ડાયમેન્સિટી 1300 પ્રોસેસર સાથે ફોનમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ આપવામાં આવશે છે. OnePlus Nord 2T 5G માં ત્રણ રીઅર કેમેરા હશે જેમાં પ્રાઈમરી લેન્સ સોની IMX766 સેન્સર સાથે 50-મેગાપિક્સલનો કેમેરો હશે જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફિચર પણ જોવા મળશે. સેકન્ડરી લેનસની વાત કરીએ તો 8 મેગાપિક્સલનો સોની IMX355 અલ્ટ્રા-વાઇડ સેન્સર આપવામાં આવશે. ત્રીજો લેન્સ 2 મેગાપિક્સલનો મોનોક્રોમ લેન્સ હશે. તેમજ સેલ્ફી માટે 32-મેગાપિક્સલનો સોની IMX615 સેન્સર જોવા મળશે. ફોન 80W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 4500mAh બેટરી જોવા મળી શકે છે. કનેક્ટિવિટી માટે Wi-Fi 6, બ્લૂટૂથ v5.2 અને NFC સાથે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

આ પણ વાંચો: Maharashtra/ ‘દગાખોર ક્યારેય જીતતા નથી’, સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ આદિત્ય ઠાકરેનું નિવેદન

આ પણ વાંચો: ભાવનગર/ ભાજપમાં સદસ્ય બનાવવાનું પડ્યું ભારે : ગણતરીની કલાકોમાં આચાર્યનું રાજીનામું