technologyy/ OnePlus Watchની નવી સ્માર્ટ વોચ લોન્ચ, મળશે બ્લડ ઓક્સિજન મોનિટરીંગ જેવા શાનદાર ફિચર

OnePlus દ્વારા તાજેતરમાં જ બ્રાન્ડ ન્યુ OnePlus Watchને લોન્ચ કરી છે. તેને આ વર્ષે માર્ચ મહિનામાં OnePlus 9 સિરીઝના સ્માર્ટ ફોન સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેવામાં હવે OnePlus દ્વારા આ વોચની Cobalt Limited Editionને ચીનમાં લોન્ચ કરવામાં આવી છે. આ સ્માર્ટવોચ બે વેરિયન્ટ કલાસિક એડિશન અને કોબાલ્ટ એડિશનમાં લોન્ચ કરવામાં આવી છે. OnePlusની નવી […]

Tech & Auto
Untitled 171 OnePlus Watchની નવી સ્માર્ટ વોચ લોન્ચ, મળશે બ્લડ ઓક્સિજન મોનિટરીંગ જેવા શાનદાર ફિચર

OnePlus દ્વારા તાજેતરમાં જ બ્રાન્ડ ન્યુ OnePlus Watchને લોન્ચ કરી છે. તેને આ વર્ષે માર્ચ મહિનામાં OnePlus 9 સિરીઝના સ્માર્ટ ફોન સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેવામાં હવે OnePlus દ્વારા આ વોચની Cobalt Limited Editionને ચીનમાં લોન્ચ કરવામાં આવી છે. આ સ્માર્ટવોચ બે વેરિયન્ટ કલાસિક એડિશન અને કોબાલ્ટ એડિશનમાં લોન્ચ કરવામાં આવી છે.

OnePlusની નવી સ્માર્ટવોચની કિંમત 1,599 (અંદાજે 18 હજાર રૂપિયા) નું વેચાણ 17મેથી શરૂ થશે. OnePlusની નવી Cobalt એડિશન વોચને ચીની ઈ કોમર્સ વેબસાઈટ JD.com પરથી ખરિદી શકાશે. કોબાલ્ટ એડિશનની કિંમત 999 યુઆન છે.

OnePlusની નવી સ્માર્ટ વોચમાં એક 1.39 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની સ્ક્રીન રિઝોલ્યુશન 454×454 પિક્સલ છે. તેમાં 1GB રેમ અને 4GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. પાવર બેક અપ માટે 402mAh બેટરીનો સ્પોર્ટ મળ્યો છે. કંપનીના દાવા અનુસાર, સિંગલ ચાર્જમાં OnePlusની નવી વોચની બેટરી 14 દિવસ ચાલશે. OnePlus વોચ 4GB ઈન્ટરનલ સ્ટોરેજ સપોર્ટ પણ મળશે. તેમાં 110થી વધુ વર્ક આઉટ મોડ પણ આપવામાં આવ્યા છે.

સાથે જ બ્રિધીંગ એકસરસાઈઝ જેવા કે હાર્ટ રેટ એલર્ટ પણ આપવામાં આવ્યો છે. વોચમાં IP68 સર્ટિફીકેશન આપવામાં આવ્યું છે એટલે કે વોચ પાણી અને ધૂળમાં પણ ખરાબ નહીં થાય. OnePlus સ્માર્ટ વોચના કલાસિક એડિશનની જેમ OnePlus વોચના Cobalt એડીશનમાં 316L સ્ટેનલેસ સ્ટિલની સુવિધા આપવામાં આવી છે.