Surat/ ઓનલાઈન શિક્ષણથી કંટાળ્યો એક વિદ્યાર્થી, પછી, કર્યું એવું કે..

આ ઘટના અંગે મળેલી માહિતી મુજબ, શહેરના ગંગા-જમુના એપોર્ટમેન્ટમાં રહેતો 14 વર્ષનો પુત્ર તરલ અડાજણ પાટિયા સ્થિત JHB પ્રાઈમરી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં આઠમા ધોરણમાં ભણે છે. પરંતુ 18 જાન્યુઆરીએ યોગેશભાઈ પત્ની સાથે ધંધાના કામઅર્થે ગયા હતા. આ દરમિયાન તરલ ચિઠ્ઠી લઈને ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો.

Gujarat Surat
a 291 ઓનલાઈન શિક્ષણથી કંટાળ્યો એક વિદ્યાર્થી, પછી, કર્યું એવું કે..

કોરોના વાયરસના કહેરના કારણે રાજ્યમાં લાંબા સમયથી સ્કૂલો બંધ છે અને આ સ્થિતિમાં બાળકો માટે ઓનલાઈન શિક્ષણ ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ ઓનલાઈન શિક્ષણથી કંટાળેલા એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલ્યો ગયો હોવાની એક ઘટના સામે આવી છે.

આ ઘટના ડાયમંડ સીટી સુરતની છે, જ્યાંશહેરના રાંદેર વિસ્તારમાં ઓનલાઈન અભ્યાસથી કંટાળેલો ધોરણ 8નો વિદ્યાર્થી ચિઠ્ઠી લખીને ઘરેથી ચાલ્યો ગયો હતો.

આ ઘટના અંગે મળેલી માહિતી મુજબ, શહેરના ગંગા-જમુના એપોર્ટમેન્ટમાં રહેતો 14 વર્ષનો પુત્ર તરલ અડાજણ પાટિયા સ્થિત JHB પ્રાઈમરી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં આઠમા ધોરણમાં ભણે છે. પરંતુ 18 જાન્યુઆરીએ યોગેશભાઈ પત્ની સાથે ધંધાના કામઅર્થે ગયા હતા. આ દરમિયાન તરલ ચિઠ્ઠી લઈને ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો.

આ સમયે એક ચિઠ્ઠી પણ  મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, “મમ્મી-પાપા મેને આપકો બહુત પરેશાન કિયા હૈ. અબ મૈં જા રહા હું. ઓનલાઈન પઢાઈ હમારે સમજ મેં નહીં આ રહી હૈ. બીજી બાજુ આ મામલે રાંદેર પોલીસે તરલની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો