AHMEDABAD NEWS/ અમદાવાદમાં અશાંતિધારા ભંગની ફરિયાદ નોંધાઈ

અમદાવાદમાં અશાંતિધારાના ભંગની ફરિયાદ નોંધાઈ છે. પાલડીમાં જૈનોની સોસાયટી પાસેના પ્લોટને લઈને ફરિયાદ નોંધાઈ છે. પ્લોટ મુસ્લિમ બિલ્ડરને બાંધકામ માટે આપવામાં આવ્યો હતો.

Gujarat Ahmedabad
Beginners guide to 41 1 અમદાવાદમાં અશાંતિધારા ભંગની ફરિયાદ નોંધાઈ

Ahmedabad News: અમદાવાદમાં અશાંતિધારાના ભંગની ફરિયાદ નોંધાઈ છે. પાલડીમાં જૈનોની સોસાયટી પાસેના પ્લોટને લઈને ફરિયાદ નોંધાઈ છે. પ્લોટ મુસ્લિમ બિલ્ડરને બાંધકામ માટે આપવામાં આવ્યો હતો. ધારાસભ્યએ સીએમને રજૂઆત કરી હતી. રજૂઆત બાદ બાંધકામ અટકાવવામાં આવ્યું હતું.

અમદાવાદના પાલડી વોર્ડમાં એએમસીની જગ્યામાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવવામાં આવ્યા બાદ બિલ્ડરને ટી.ડી.આર. હેઠળ મળેલા પ્લોટમાં અશાંતધારાનો ભંગ કરીને બિલ્ડરે પોતાના કર્મચારીને જોડે રાખી પાવર ઓફ એટર્નીથી ફ્લેટ બનાવ્યા હોવાની વાતની મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે.

પાલડીમાં કાશ્મીરા સોસાયટી પાસે અમદાવાદ મ્યુનિ.ની 35000 ચોરસ વાર જગ્યા પૈકી સીએમ ગરીબ આવાસ યોજના હેઠળ 126 મકાન બનાવવામાં આવ્યા હતા. એએમસીની નીતિ મુજબ બિલ્ડરને ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ સાથે 1,500 મીટરનો ચોરસ મીટરનો પ્લોટ તંત્ર તરફથી આપવામાં આવ્યો હતો. બિલ્ડરે આ પ્લોટમાં તેના કર્મચારીને જોડે રાખીને તેના નામના પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરીને એલાઇટ હ્યુમન સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કરી ફ્લેટ બનાવવાનું શરૂ કર્યુ હતું.

આના પગલે સ્થાનિક રહીશે કોર્પોરેટર અને વિધાનસભ્યનું ધ્યાન દોર્યુ હતુ. કોર્પોરેટરે ધારાસભ્યનું ધ્યાન દોરતા તેમણે સીએમને રજૂઆત કરી આ અંગે ઘટતું કરી તાકીદે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: યુવતીને બદનામ કરવાનો કેસ, ટેનિસ ખેલાડી માધવીનના જામીન નામંજૂર

આ પણ વાંચો: સુરતમાંથી ઝડપાયું નકલી નોટ છાપવાનું કારખાનું, નવ લાખની કિંમતની નકલી નોટો મળી

આ પણ વાંચો: ગરીબોની કસ્તુરીએ આંખમાંથી આંસુ પડાવ્યા, ગરમીના કારણે ડુંગળીના ભાવ વધ્યા