Not Set/ ઓપરેશન આદમખોર/ દીપડો છે કે માનતો જ નથી, ડ્રોન ઉડ્યા પણ નજરે આવતો જ નથી

ઓપરેશન આદમખોર. છેલ્લા 72 કલાકથી ચાલી રહયુ છે. દીપડાને પકડવા માટે 100 જેટલી ટીમો બનાવી છે. 30 જગ્યાએ મારણ અને ટ્રેપ ગોઠવી હતી તેમાં એકમાં દીપડી પકડવામાં સફળતા મળી છે. હજુ પણ એક બે દીપડો પકડવાના બાકી છે. આ મેગા સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. રાત પડે છે અને જંગલખાતાની ગાડીઓ બહાર ન નિકળવાની સુચના […]

Top Stories Gujarat Others
dipado1 ઓપરેશન આદમખોર/ દીપડો છે કે માનતો જ નથી, ડ્રોન ઉડ્યા પણ નજરે આવતો જ નથી

ઓપરેશન આદમખોર. છેલ્લા 72 કલાકથી ચાલી રહયુ છે. દીપડાને પકડવા માટે 100 જેટલી ટીમો બનાવી છે. 30 જગ્યાએ મારણ અને ટ્રેપ ગોઠવી હતી તેમાં એકમાં દીપડી પકડવામાં સફળતા મળી છે. હજુ પણ એક બે દીપડો પકડવાના બાકી છે. આ મેગા સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. રાત પડે છે અને જંગલખાતાની ગાડીઓ બહાર ન નિકળવાની સુચના સાથે રાતભર સીમાડાઓ ખુંદી રહી છે. પણ દીપડો હાથમાં આવતો નથી.

બગસરા પંથકમાં દિપડાએ હવે ડર નહી પણ રીતસર ખૌફ પેદા કરી દીધો છે. વનવિભાગ તથા પોલીસકર્મીઓને વાડી-સીમ વિસ્તારમાં રાખી રાત રઝળપાટ કરવા છતાં છેલ્લા 2 દિવસથી ચાલતા ઓપરેશન આદમખોરમાં સફળતા મળતી નથી. સર્ચ ઓપરેશનમાં શાપર ગામેથી દિપડાને બદલે એક દિપડી પાંજરે પુરાઇ છે. પણ તે માનવભક્ષી છે કે નહી તે અંગે હજુ વનવિભાગ અવઢવમાં છે.

શોધખોળ ચાલી રહી છે. શાર્પશૂટરોના હાથ થાકી ગયા છે. જંગલમાં ડ્રોન ઉડી રહયા છે. ઉભા ખેતરોને વનવિભાગ ઘમરોળી રહયુ છે. વનવિભાગ અને ગ્રામજનો સીસીટીવીને જેમ નજરો માંડીને બેઠા છે. પણ..દિપડો છે કે માનતો જ નથી. રાતભરના ઉજાગરા અને ભારે મહેનત બાદ વનવિભાગને શાપરની સીમમાંથી એક દીપડી હાથમાં આવી છે. જેની વનવિભાગે પુષ્ટી કરી છે. ઝડપાયેલી આ દિપડી માનવભક્ષી છે કે કેમ તે અંગે હાલ વનવિભાગ અવઢવમાં છે. આ દિપડીને રાત્રીના જ સમયે સાસણ ખાતે ખસેડવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.