ભૂમાફિયા/ મંતવ્ય ન્યૂઝ ઇફેક્ટ – ખનીજ અધિકારીઓએ રેડ કરતા ખનન માફિયામાં ફફડાટ

સફેદ કોર્ટઝ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનન માફિયાઓ દ્વારા બેરોકટોક કરવામાં આવી રહ્યો હતો ત્યારે આજ રોજ ખાણ ખનીજ તંત્ર પણ ઘોર નિદ્રામાંથી જાગ્યું હોય તેમ ટ્રકો પકડી પાડી હતી

Gujarat Others
Untitled મંતવ્ય ન્યૂઝ ઇફેક્ટ - ખનીજ અધિકારીઓએ રેડ કરતા ખનન માફિયામાં ફફડાટ

પંચમહાલ તાલુકામાં ધોળા દિવસે સફેદ પથ્થરોનાં ધમધમતા કાળા કારોબારમાં ખાણ ખનીજ અધિકારીઓએ રેડ કરતા ખનન માફિયામાં ફફડાટ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા માંથી સફેદ કોર્ટઝ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનન માફિયાઓ દ્વારા બેરોકટોક કરવામાં આવી રહ્યો હતો ત્યારે આજ રોજ ખાણ ખનીજ તંત્ર પણ ઘોર નિદ્રામાંથી જાગ્યું હોય તેમ ટ્રકો પકડી પાડી હતી

क्षेत्र में अवैध खनन जोरों पर, खनन विभाग मौन

શહેરાના જંગલોમાં જમીનના પેટાળમાં કુદરતે સફેદ પથ્થરોનું અપાર ભંડાર ભરેલ છે ત્યારે શહેરાના ખનન માફિયાઓ દ્વારા આવા સફેદ પથ્થરોનો ધોળા દિવસે કાળો કારોબાર કરતા હતા અને એ અંગે બે દિવસ પહેલા મંતવ્ય ન્યૂઝ દ્વારા સમાચાર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારે ખાણ ખનીજ તંત્ર દ્વારા ઘોર નિંદ્રા માંથી જાગીને આજે વહેલી સવારથી જ આ ગેરકાયદે સફેદ પથ્થરો ભેરલી ટ્રકોની પાછળ લાગ્યા હતા ત્યારે એક ટ્રક કે જે શહેરા તાલુકામાંથી સફેદ કોર્ટઝ પથ્થર ભરીને ગોધરામાં આવેલ પથ્થર પીસવાના કારખાનાઓમાં ખાલી કરવાની હોય તેને પકડી પાડીને કાયદેસર કાર્યવાહી કરતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાય ગયો હતો.

Illegal Mining, Tractor Compressor Seized - खनन विभाग व पुलिस की नजरें बचा  हो रहा था अवैध खनन, ट्रैक्टर कम्प्रैसर जब्त | Patrika News

હવે એ જોવાનું રહ્યું કે આ ટ્રક પકડ્યા પછી ખાણ ખનીજ તંત્ર ગોધરા શહેરમાં ચાલતા પથ્થર પીસવાના કારખાનાઓમાં સ્ટોક કરેલ પથ્થરોની તપાસ કરશે કેમ ❓ તેમજ કારખાનાઓમાં સ્ટોક કરેલા પથ્થરોની રોયલ્ટી અને GST થયેલ ચોરીની વસુલાત તંત્ર દ્વારા કરવામાં આવશે કે કેમ❓ તેવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી આવી હતી

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…