Politics/ ગુજરાતમાં બંધને સફળ બનાવવામાં વિપક્ષ  નિષ્ફળ ? માત્ર આટલા જ MLA ની કરાઈ અટકાયત

ગુજરાત વિધાનસભામાં વિપક્ષ પાસે 65  ધારાસભ્યો છે. જેમાંથી માત્ર 21  ધારાસભ્યોની જ અટકાયત કરવામાં આવી હતી

Top Stories Gujarat Others
Untitled 18 ગુજરાતમાં બંધને સફળ બનાવવામાં વિપક્ષ  નિષ્ફળ ? માત્ર આટલા જ MLA ની કરાઈ અટકાયત
  • શું ગુજરાતમાં કોંગ્રેસ ફરીએકવાર તૂટી રહી છે…?
  • ધારાસભ્યોની ગેરહાજરી  શું તેમની નારાજગી દર્શાવે છે..?
  • આગામી રાજ્યસભાની ચૂંટણીમાં કેટલા કોંગ્રેસી ધારાસભ્યો કેસરિયા કરશે..? 

કેન્દ્ર સરકારના કૃષિ વિષયક કાયદા ને લઈને આજ રોજ ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ પાસે 65  ધારાસભ્યો છે. જેમાંથી માત્ર 21  ધારાસભ્યોની જ અટકાયત કરવામાં આવી હતી.

હવે સવાલ એ ઉભ થાય છે કે, કોંગ્રેસ હાઈ કમાન્ડના આદેશ છતાં બંધને સફળ બનાવવા કોંગ્રેસના ધારાસભ્યો બહાર કેમ નાં નીકળ્યા..? કોંગ્રેસના 65 ધારાસભ્યો પૈકી 21 જ સભ્યોની અટકાયત થઈ છે.  65 પૈકીના 44 કોંગી ધારાસભ્ય ક્યાં ગયા તે અંગે ઉઠ્યા સવાલ ઉભા થી રહ્યા છે.  ખેડૂતોના ન્યાય માટે લડતી ગુજરાત કોંગ્રેસ પોતાના હાઈ કમાન્ડના આદેશની જ અવગણના કરી..? પોલીસ ચોપડે બંધ દરમિયાન કોંગ્રેસના 21 ધારાસભ્યોની જ અટકાયત નોંધાઈ  છે.

અત્રે નોધનીય છે કે 2017 માં આટલી મોટી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યોએ જીત મેળવી હતી. અને ત્યારબાદ આવેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો યેન કેન પ્રકારે રાજીનામું ધરી અને કેસરિયા કરતા ગયા અને કોંગ્રેસ તૂટતી રહી. શું આ ધારાસભ્યો પણ કોંગ્રેસ સાથે નારાજ હોવાના સંકેત આપી રહ્યા છે..?

નોધનીય છે કે, ગુજરાતમાં હાલમાં જ બે રાજ્યસભાના સાંસદો એહમદ પટેલ  અને અભય ભારદ્વાજ નું કોરોના ને કારણે  મોત થયું છે. એટલે ફરી એકવાર ગુજરાતમાં રાજ્યસભાની ટૂંક સમયમાં જ યોજાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…